સહારા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ ગોધરા દ્વારા કોરોના વોરિયર્સ એવા જીલ્લા સમાહર્તા અમિત અરોરા જિલ્લા પોલીસ વડા ડો.લીના પાટીલ,ડી.ડી.ઓ અને જિલ્લા આરોગ્ય અધિકારીનું શાલ તેમજ પ્રશસ્તિપત્રની ટ્રોફી અર્પણ કરી સન્માન કરાયું…

ગોધરા,(પંચમહાલ)
ઇમરાન તેતરા

આજ રોજ ગોધરા ખાતે આવેલ સહારા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ ગોધરા દ્વારા પંચમહાલ જીલ્લા સમાહર્તા અમિત અરોરા, પંચમહાલ જીલ્લા પોલીસ વડા ડોક્ટર લીના પાટીલ, જિલ્લા વિકાસ અધિકારી અજય શાહ સહીતના અધિકારી અને તેમની ટીમ દ્વારા પોતાની અને પોતાના પરિવારની ચિંતા કર્યા વગર પોતાના જીવને જોખમમાં મૂકી લોકોના સ્વાસ્થ્યની ચિંતા કરી અને કોરોના જેવા ભયાનક રોગથી લોકો કઈ રીતે બચી શકે તેની સતત ચિંતા કરી પોતાની ફરજ બજાવી હતી તે બાદલ ગોધરા મુસ્લિમ સમાજ અને સહારા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પંચમહાલ જીલ્લા સમાહર્તા અમિત અરોરા, પંચમહાલ જીલ્લા પોલીસ વડા ડોક્ટર લીના પાટીલ, જિલ્લા વિકાસ અધિકારી અજય શાહ, સહીતના અધિકારીઓનું શાલ પ્રશસ્તિપત્રની ટ્રોફી અને બુકે અર્પણ કરી સન્માન કરાયું હતું અને લોકડાઉંમાં કરેલ કામગીરી માટે આભાર વ્યક્ય કર્યો હતો. આ આભાર વ્યક્ત કરવામાં સહારા એજ્યુકેશન ટ્રસ્ટ ગોધરાના સલાહકાર એહમદ સિંધી, પ્રમુખ ઇમરાન તેતરા, સાદીક્ભાઇ સીંધી, હાજી હનીફ કલંદર, સહીતના સહારા ટ્રસ્ટના સભ્યો તેમજ મુસ્લિમ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા આ સાથે-સાથે ટૂસ્ટ દ્વારા લોકડાઉંનમાં ટ્રસ્ટ દ્વારા જે કામગીરી કરવામાં આવી હતી તેની માહિતી પુરી પાડવામાં આવી હતી ટ્રસ્ટ દ્વારા લોકડાઉંન વખતે દરેક સમાજના ગરીબ અને જરૂરિયાત મંદોને સવારે 3000 અને સાંજે 3000 લોકોને ફૂડ પેકેટ બનાવી ને આપવામાં આવતા હતા, આ સાથે ફ્રૂટ,શરબત એમ્બ્યુલન્સ સેવા, રાહદારીઓ માટે જમવાનું વગેરે ટ્રસ્ટ દ્વારા કામગીરી કરવામાં આવી હતી તેમ ટ્રસ્ટના પ્રમુખ ઇમરાન દ્વારા જણાવ્યું હતું અને લોકડાઉન વખતે સહારા ટ્રસ્ટની બધી કામગીરીમાં મદદરૂપ થનાર દરેક સમાજના લોકો , જિલ્લા પ્રશાશન , જિલ્લા પોલીસ તેમજ પત્રકારો તેમજ વોલન્ટીયર ભાઈઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here