શહેરા તાલુકાના ધાયકા ગામના અંદરાપરી ફળિયાનો વિકાસ ગાંડો થયો.:લોકોમાં રોષ…

શહેરા,(પંચમહાલ) ઇમરાન પઠાણ :-

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ધાયકા ગામના અંદરાપરી ફળિયા મા ફળિયામાં જતો રસ્તો ન હોવાના કારણે 30 થી 35 ઘરની વસ્તી ને અવર જવર માટે કોતરના પાણીમાં ઉતરી અવર જવર કરવી પડે છે આ કોતરમાં પાણી આવતા નાના ભૂલકાઓ પણ પાણી માંથી અવર જવર કરી રહયા છે જ્યારે ફળિયા ના માણસો ને કોઈ પણ ચીજ વસ્તુ લાવવી હોઈ તો તે માટે કોતરમા ઉતરી ને વસ્તુ ઓ લાવવી પડતી હોય છે અને બીજી હકીકત એ કે ધાયકા પંચયાત ના દાવા છે કે સોંચાલય મુક્ત ગામ છે તે વાત તદ્દન ખોટી સાબિત થઈ હતી જ્યારે અંદરાપરી ફળિયામાં એક પણ સોંચાલય બનાવવામાં આવ્યું ન હતું સરપંચ ને ફળિયા ના લોકો દ્વારા રસ્તા માટે મૌખિક રજૂઆતો પણ કરવામાં આવી છતાં સરપંચ દ્વારા કહેવામાં આવ્યું હતું કે મારા જોડે ખાલી સહી સિક્કા કરવાનો હોદ્દો છે બીજા કોઈ કાર્ય માટે નો હોદ્દો મારી પાસે નથી તો ખરેખર આ ફળિયા ના લોકો ને ક્યારે રસ્તો સારો મળી શકશે અને ક્યારે તેમની મુશ્કેલીઓ નો અંત આવશે અને જે સોંચાલય નહીં બનાવાયા તેની તપાસ કરશે કે કેમ તે હવે જોવાનું રહ્યું છે ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here