શહેરા સર્કિટ હાઉસ ખાતે તાલુકા પત્રકાર એકતા સંગઠનની મિટિંગ – પ્રમુખ શ્રી, ઉ. પ્રમુખ અને મંત્રીના અધ્યક્ષ સ્થાને યોજાઈ

શહેરા,(પંચમહાલ) રમીજ શેખ :-

જિલ્લા પ્રમુખ શ્રી ઇસ્માઇલભાઈ ઝબા,ઉ.પ્રમુખ બી.એન.શાહ અને જિલ્લા સહ મંત્રી વિપુલભાઈ દરજી,શહેરા તાલુકા પ્રમુખ શ્રી ઇમરાનભાઈ પઠાણ,મહામંત્રી રમીઝભાઈ શેખ, મંત્રી અલ્હાફીઝ ભાઈ શેખ, સહમંત્રી મોસીન ભાઈ શેખ સહિત આગેવાનો ની હાજરી માં સર્વાનુમતે નવા શહેરા તાલુકા આઈ. ટી. સેલ તરીકે શેખ આફતાબભાઈ હીરા ની નિમણુક કરવામાં આવી.

આ કાર્યક્રમ માં પંચમહાલ જિલ્લા પત્રકાર એકતા પરિષદ ના ઉ. પ્રમુખ બી.એન. શાહ અને જિલ્લા સહ મંત્રી વિપુલભાઈ દરજી શહેરા તાલુકા પ્રમુખ ઇમરાનભાઈ પઠાણ સહિત આગેવાનો ની હાજરી અને સ્થાનિક વરિષ્ઠ પત્રકારો ની હાજરી માં જિલ્લા અગ્રણીઓ દ્વારા કાર્યક્રમ નો પ્રારંભ કર્યો હતો…

ઉપસ્થિત મહેમાન શ્રી મંચસ્થ મહાનુભવો નું પુષ્પગુચ્છ અને પુષ્પહાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ ઉપસ્થિત અન્ય મહાનુભવો દ્વારા પત્રકાર એકતા સંગઠન નાં જિલ્લા માં અને સંગઠન સાથેના અનુભવો હાજર પત્રકાર મિત્રો સાથે વહેચતા પત્રકાર એકતા સંગઠન સાથે જોડાઈ અને પત્રકારો ને મજબૂત બનાવવા આહવાન કર્યું હતું.

પત્રકાર એકતા સંગઠન ની કાર્યપદ્ધતિ મુજબ કાયદેસર ની ચૂંટણી પ્રક્રિયા યોજી હાજર પત્રકાર મિત્રો પાસેથી નામની દરખાસ્ત મંગાવતા સર્વાનુમતે આફતાબભાઈ શેખ ની શહેરા તાલુકા આઈ.ટી.સેલ તરીકે નિમણુક કરવામાં આવી હતી..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here