વેજલપુર કાનોડ રોડ ઉપર બે મોટરસાયકલ અથડાતા ઈજાગ્રસ્તનું સારવાર દરમ્યાન મોત…

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

ગત તા ૨૨/૧૧ નાં રોજ ગોધરા તાલુકાના પ્રતાપપુરા ગામનો ગોપલસિંહ અન્દરસીંહ પટેલ ઊ.વ.૩૭ પોતાની મોટરસાયકલ લઈને હાલોલ થી પરત ફરી રહ્યો હતો ત્યારે વેજલપુર કાંનોડ રોડ ઉપર ભાદરોલી ખુર્દ ગામે સાંજનાં સમયે તેની મોટરસાયકલ ને કાનોડ તરફથી સામેથી આવતી ડબલ સવારી વાળા મોટરસાયકલ ચાલકે પુરઝડપે અને ગફલતભરી રીતે મોટરસાયકલ હંકારી ગોપાલસિંહ ની મોટરસાયકલ ને ટક્કર મારી દેતા બન્ને મોટરસાયલ પરના ઈસમો રોડ પર પડી ગયા અને ઈજાગ્રસ્ત થયા હતા જોકે ટક્કર મારનાર મોટરસાયકલ ચાલક સ્થળ ઉપર મોટરસાયકલ મુકી નાસી છૂટયો હતો. ૧૦૮ મારફતે બે ઈસમો ને દવા સારવાર અર્થે સીવીલ હોસ્પિટલ ગોધરા ખાતે લઈ ગયા હતા ગોપાલ ને માથાના ભાગે અને મોઢા પર અને શરીરે ઈજાઓ થતા બેભાન થઈ ગયો હતો ગોધરા સિવિલ હોસ્પિટલ થી વધુ સારવાર માટે વડોદરા એસ એસ જી હોસ્પિટલ ખાતે રિફર કરતા વડોદરા ખાતે નાં ડોકટર દ્વારા ગત તા ૨૪/૧૧ ની સવારે સારવાર દરમ્યાન મરણ પામેલ જાહેર કરવામાં આવ્યો હતો જે બાબતની ફરિયાદ વેજલપુર પોલીસ મથકે મૃતક યુવકના સગા ઉદેસિંહ ચંદુભાઈ દ્વારા નોંધાવતા પોલીસે ટક્કર મારનાર મોટરસાયકલ નાં નંબર આધારે અજાણ્યા મોટરસાયકલ ચાલક સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here