વેજલપુર એમ.જી.વીસી.એલ દ્વારા બાકી વીજબીલની વસુલાતને લઈને લોકો દ્વારા સોશિયલ મીડિયામાં અનેક પ્રશ્નો…!!

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

વેજલપુર એમ.જી.વીસી.એલ ના નાયબ ઇજનેર સગાંડા સાહેબ સાંભળો છો આ લોક શાહી દેશમાં નીતિ નિયમો બધા માટે સરખાજ છે

વેજલપુર એમ.જી.વીસી.એલના નાયબ ઈજનેર સગાંડાની મનમાની વેજલપુર ગામ્ય વિસ્તારમાં અંદાજીત હજારોનું બિલ બાકી હોવા છતાં નાયબ ઈજનેર સગાંડા સાહેબ તેમના વીજ મીટર કેમ નથી કાપતા ? માત્ર ત્રણ ચાર હજાર બિલ બાકી હોય તેવા સામાન્ય અને ગરીબ વ્યક્તિઓના વીજ મીટર કેમ કાપવામાં આવે છે આવો અન્યાય કેમ ?

વાત કરીએ તો વેજલપુર એમ.જી.વીસી.એલની તો તારીખ ૧૫-૧૨-૨૩ ના રોજ ડી.સી પૉગ્રામ ના નામે વેજલપુર ગામમાં વીજ મીટરના બિલ બાકી હોય અને વીજ મીટરના બીલની ભરપાઈ ના કરી હોય તેવા લોકોના વીજ મીટર કનેકશન કાપી નાખવામાં આવે છે ત્યારે એક વિકલાંગ વ્યક્તિનું બિલ ત્રણ થી ચાર હજાર બાકી હોય જેથી તેને આ બિલ ની ભરપાઈ કરવા માટે એક દિવસની માગણી કરી હતી પણ વિકલાંગ વ્યક્તિની કોઈ વાત સાંભળવામાં ના આવી અને આખરે તેમના વીજ મીટરનું એમ.જી.વીસી.એલ માંથી આવેલ હેલ્પરો દ્વારા થાભલા ઉપરથી એક વિકલાંગ વ્યક્તિનું વીજ કનેક્શન કાપી નાખવામાં આવે છે ત્યારે આની જાણ જાગૃત નાગરિક ને થતા સ્થળ ઉપર જઈને એમ.જી.વીસી.એલના નાયબ ઈજનેર સગાંડા સાહેબ જોડે ટેલિફોનિક વાત ચિત કરી હતી પણ સગાંડા સાહેબ માનવાજ ત્યાર નોહતા ત્યારે જાગૃત નાગરિક દ્વારા વેજલપુર ગ્રામ્ય વિસ્તારોમા આવેલ કચેરીઓનું કેટલું વીજ બિલ બાકી છે તેવું પૂછતાં તેમને કહ્યું હતું કે હા તેમનું વીજ બાકી છે ત્યારે બાકી રહેલ વીજ બિલ બાકી છે તો તેમના વીજ કનેક્શનો કેમ નથી કાપતા તેવો સવાલ કરતા તેમને જણાવ્યું હતું કે અમો ગવર્મેન્ટના કનેક્શનો નથી કાપતા તેવો ઉડાવ જવાબ આપી ક્યાંકને ક્યાંક ગવર્મેન્ટ કચેરીનો લુલો બચાવ કરી રહ્યા છે તેવું સ્પષ્ટ પને દેખાઈ રહ્યું છે ત્યારે વેજલપુર એમ.જી.વીસી.એલના સગાંડા સાહેબને કદાચ નીતિ-નિયમોની ખબર નહિ હોય તો અમો તેમને નીતિ-નિયમોની જાણકારી આપીએ તો સગાંડા સાહેબ સાંભળો આ ભારત દેશ લોક સાહિ દેશ છે અને લોક સાહિ દેશમાં બધાજ માટે સરખાજ નીતિ-નિયમો હોય છે એટલે બધાજ માટે એક સરખી કાર્યવાહી કરવામાં આવે તેવી વેજલપુર ગામમાં માંગ ઉઠી છે અને વધુ માં એક વીજ ગ્રાહક નું કનેકશન થાંભલા ઉપર થી વીજ વાયર કાપી નાખવા આવ્યો હતો ત્યારે વીજ ગ્રાહક દ્વારા વીજ બિલ ની બાકી રકમ ઓનલાઇન દ્વારા ભરી દેવામાં આવી હતી તેમ છતાં તેમનું વીજ કનેકશન હજુ સુધી જોડવામાં આવ્યું નથી તેવો આક્ષેપ ગ્રાહક દ્વારા કરવામાં આવ્યો હતો હવે જોવું રહ્યું એમ.જી.વીસી.એલ ના નાયબ ઇજનેર સગાંડા સાહેબ વેજલપુર ગ્રામ્ય વિસ્તારોમાં કચેરીઓના બાકી વીજ બીલની રકમને લઈને વીજ મીટર કનેકશન કાપશે ખરા કે પછી જેસા ચલતા હે વેસા હી ચલતા રહેગા એતો હવે આવનારો સમયજ બતાવશે..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here