મોરબી અંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા ડીઝીટલ રાધા-કૃષ્ણ સ્પર્ધાના વિજેતા બાળકોનો સન્માન સમારોહ યોજાયો..

મોરબી, આરીફ દીવાન :-

આર.એસ.એસ. અગ્રણી ભીમજીભાઈ ભાલોડીયા સહીત ના અગ્રણીઓ ની પ્રેરક ઉપસ્થિતી મા યોજાયો કાર્યક્રમ”

આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા જન્માષ્ટમિ ના પાવન પર્વ નિમિતે વિવિધ કાર્યક્રમો નુ આયોજન કરવા મા આવ્યુ હતુ. જેમા ડીઝીટલ રાધા કૃષ્ણ સ્પર્ધા નુ સોશિયલ મિડીયા ના માધ્યમ થી આયોજન કરવા મા આવેલ હતુ. જેમા ૧૫૦ થી વધુ બાળકો એ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેમાંથી ૨૫ જેટલા બાળકો ને અલગ-અલગ કેટેગરી અનુસાર વિજેતા જાહેર કરવા મા આવ્યા હતા. તે બાળકો ના ઈનામ વિતરણ તથા સન્માન સમારોહ નુ મોરબી જલારામ મંદિર ખાતે આયોજન કરવા મા આવેલ હતુ. જેમા દરેક વિજેતા બાળકો ને સર્ટીફિકેટ તેમજ ઈનામ અર્પણ કરવા મા આવ્યુ હતુ.
આ તકે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-સૌરાષ્ટ્ર પ્રાંત ઉપાધ્યક્ષ શ્રી ગીરીશભાઈ ઘેલાણી, મોરબી જીલ્લા અધ્યક્ષ શ્રી સી.ડી. રામાવત, શહેર અધ્યક્ષ ભાવીન ઘેલાણી, ઉપાધ્યક્ષ હીતેશ જાની, પોલાભાઈ પટેલ, મનિષ પટેલ, મંત્રી નિર્મિત કક્કડ, આર.એસ.એસ. અગ્રણી ભીમજીભાઈ ભાલોડીયા, ભગવાનજીભાઈ પટેલ (ગુરુકૃપા હોટેલ), કીશોર ભાઈ ચંડીભમર સહીત ના અગ્રણીઓ એ ઉપસ્થિત રહી બાળકો ને પ્રોત્સાહન પુરુ પાડ્યુ હતુ. એમ એક અખબારી યાદી માં નિર્મિતકક્કડમંત્રીઆંતરરાષ્ટ્રય હિન્દુપરિષદ જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here