વિશ્વ મહિલા દિન અંતર્ગત છોટાઉદેપુરમાં સાંસ્કૃતિક વારસો રજૂ કરતું મહિલા સંમેલન યોજાયું

છોટાઉદેપુર, ચારણ એસ વી :-

છોટાઉદેપુર ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગ, આઈસીડીએસ, અને જીલ્લા પંચાયતના ઉપક્રમે આઝાદીના અમૃત મહોત્સવ સીરીઝના અભિયાન અંતર્ગત જિલ્લા કક્ષાના મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. વિશ્વ મહિલા દિન નિમિતે મહિલા સંમેલનો સમગ્ર દેશ અને રાજ્યમાં તમામ જીલ્લાઓમાં યોજાનાર છે જેના અનુસંધાને આજ રોજ છોટાઉદેપુરના સ્વમીનારાયાણ હોલ ખાતે આ સંમેલન અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે જીલ્લા પંચાયતના પ્રમુખ મલ્કાબેન પટેલ, જીલ્લા પંચાયતની મહિલા અને બાળ વિકાસ પ્રવૃત્તિના ચેરમેન લીલાબેન પારૂલબેન રાઠવા, આઈસીડીએસના કોઓર્ડીનેટર વસાવા, શિક્ષણ સમિતિના ચેરમેન ભાવનાબેન રાઠવા, ભક્તિબેન ડામોર, મણીબેન વણકર, સુમિત્રાબેન રાઠવા, શાંતીબેન વણકર, અસંબનું કાઝી તેમજ કેટલીક મહિલા સરપંચ બહેનો મંચસ્ત થયા હતા.
સમારંભના અધ્યક્ષ મલકાબેન પટેલ પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે આજે મહિલાઓ ઘરના કામ કરવાથી લઈ અને વિમાન ચલાવતી થઈ છે. બહેનોનું જીવન ધોરણ બદલાયુ છે બહેનો પુરૂષ સમોવડી બની છે. અને બહેનો પોતાની ટેલેન્ટ દરેક ક્ષેત્રમાં બતાવી રહી છે. પરંતુ સ્ત્રી અને પુરૂષ બંને એક બીજાના પુરક છે જેમ દરેક સફળ પુરૂષ પાછળ એક મહિલા જવાબદાર છે તેમજ દરેક સફળ સ્ત્રીને પણ પુરૂષનો સપોર્ટ જરૂરી છે.
આ ઉપરાંત પારુલ બેન તમામ મહેમાનોને સ્વાગત કર્યું હતું અને હર્ષાબેન વાધે આઇ સી ડીએસ પ્રવૃત્તિઓ લોકોને જણાવી હતી ભૂલકાઓ ડાન્સ વગેરે રજૂ કરી કાર્યક્રમને મનોરંજનથી ભરપૂર કરી દીધા હતા કૃતિ રજૂ કરનાર તમામ બહેનોને સર્વ ભંડોળ દ્વારા એક એક ભેટ સોગંદ આપવામાં આવી હતી ઘણી મોટી સંખ્યામાં બહેનો જોડાઈ હતી ગ્રુપ ફોટો અને અલ્પાહાર લઈ સવ છૂટા પડ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here