પી.કે.એસ.હાઈસ્કૂલ, ડેરોલ સ્ટેશનની વધુ એક સિધ્ધી

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા યોજાયેલ નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ (NMMS)પરીક્ષા 2022 -23 માં શ્રી પાનાચંદ ખેમચંદ સાર્વજનિક હાઈસ્કૂલ, ડેરોલ સ્ટેશનના ધોરણ 8મા અભ્યાસ કરતા ત્રણ વિદ્યાર્થી ભાઈ બહેનો
શ્રી રોનક રયજીભાઈ બારીયા
કુ. પુષ્ટિ અંકિતકુમાર દેસાઈ અને
શ્રી જયદીપ કુમાર મુકેશભાઈ સંગાડા ને મેરીટમાં આવવા બદલ શાળા પરિવાર અને ડેરોલ સ્ટેશન વિકાસ મંડળ ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે. શ્રી રોનક રયજીભાઈ 149 માર્ક સાથે જિલ્લા માં બીજા નંબરે અને કાલોલ તાલુકા માં પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ છે જ્યારે કુ. પુષ્ટિ અંકિતકુમાર દેસાઈએ 112 માર્ક અને સંગાડા જયદીપ મુકેશભાઈએ 98 માર્ક પ્રાપ્ત કરેલ છે. આ ત્રણેય ભાઈ બહેનોને ધોરણ 12 સુધી દર વર્ષે 12000/- જેટલી શિષ્યવૃત્તિ મળવાપાત્ર થશે. આ ત્રણેય ભાઈ બહેનોને શાળા પરિવાર ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે અને ગૌરવની લાગણી વ્યાપી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here