વડોદરા : બેફામ બે લગામ ડમ્પરો પર કોયલી સરપંચે મારી બ્રેક…

વડોદરા, દસ્તગીર શેખ :-

કોયલી ગામ ના સરપંચ શ્રી રણજીતસિંહ જાદવ એક અખબારી યાદીમાં જણાવે છે કે ગુજરાત રિફાઇનરી કંપની ( IOCL )માં મોટા પાયે પાયલિંગ ખોદાણ નું કામ ધડલ્લા થી ચાલી રહ્યું છે આ પાયલિંગ ના કામ માં બેંતોનાઇટ નામનું કેમિકલ વપરાતું હોઈ અને ખોદકામ બાદ જે માટી ડમ્પરો દ્વારા બહાર ગમે ત્યાં નાખવા માં આવે તો ભવિષ્ય મા ભયંકર મોટી દુર્ઘટના થવાની શક્યતા છે .કેમકે આ બેન્તોનાઈટ મિશ્રિત માટી ચોમાસા માં વહી ને ગામ તળાવ તેમજ ભૂગર્ભ જળ ને પારાવાર નુકશાન કરે તેમ હોઈ તેવું જાણવા મળેલ છે. આ કામ માટે જે ટેન્ડર આપેલ છે તેમાં પણ GPCB ના નોમસ પ્રમાણે આ માટી નો નિકાલ કરવા માટે સ્પષ્ટ ઉલ્લેખ હોવા છતાં મફત ના રૂપિયા કમાવવા ની લાલચે આ લેભાગુ કોન્ટ્રાક્ટરઓ અને રિફાયનરી ના અઘિકારીઓ ની મીલીભગત થી જાહેર જનતા ના આરોગ્ય સાથે ચેડા કરવા માં આવી રહ્યા છે આમાં ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીઓ પણ આંખ આડા કાન કરતા હોય તેવું લાગી રહ્યું છે .
જો આ ભયંકર બાબત પર સત્વરે ધ્યાન આપવામાં નહીં આવે તો ભવિષ્યમાં આ વિસ્તારમાં પીવાનું પાણી તેમજ અન્ય જળ સ્ત્રોત પ્રદૂષિત થઈ જશે અને તેની તમામ જવાબદારી આ કોન્ટ્રાક્ટરો અને ગુજરાત રિફાઇનરીના સંબંધિત સત્તાધીશોની રહેશે

વિગત માં જોઈએ તો હાલમાં ગુજરાત રિફાઇનરી ખૂબ જ મોટા પ્રમાણમાં પ્લાન્ટ વિસ્તૃતિકરણ નું કાર્ય પૂરજોશમાં ચાલે છે અને જેના કારણે કંપનીમાંથી તોડફોડ કરીને નીકળતો કચરો અને પાયલિંગ માટે વપરાતું બેન્તોનાઈટ કેમિકલ મિશ્રિત માટી બહાર કાઢવા માં આવે છે સદર કચરો હાલમાં જ કોયલી ગામ ની હદ વિસ્તારમાં બે-ત્રણ ટ્રેક્ટર કે ડમ્પર દ્વારા ફેંકવામાં આવ્યો હતો જે બાબત પંચાયતના ધ્યાનમાં આવતા જ સરપંચ લેવલે થી તાત્કાલિક રિફાઇનરી ટોપ મેનેજમેન્ટ સાથે મિટિંગ કરી આ બાબત ની મૌખિક ફરિયાદ આપેલ છે અને ફરીવાર કોઇપણ જાતની પૂર્વ પરવાનગી વગર કોઈપણ રીત નો કચરો પાયલિંગ ની કેમિકલ યુક્ત માટી કે ડેબરીજ આ રીતે જાહેર જગ્યા કે સરકારી જગ્યા ઉપર પંચાયત વિસ્તારની હદમાં નાખવું નહીં તેવી કડક શબ્દોમાં તાકીદ કરવામાં આવેલ છે,
વધુમાં તેમણે જણાવ્યું કે કેટલાક લોકો પોતાના દુકાન મકાન ના પુરાણ માટે આ ડમ્પર વાળા ઓને થોડા ઘણા પૈસા આપી પોતાને ત્યાં આવી માટી ડેબરીજ નખાવતા હોય છે જે બાબતે અમો કોઇ હસ્તક્ષેપ કરી શકે તેમ ના હોય, તેમ છતા જાહેર જનતાને અપીલ સાથે જણાવ્યું છે કે કેમિકલયુક્ત માટી નો કોઈપણ રીતે ઉપયોગ કરવો નહીં ,
આ બાબતે વધુમાં સરપંચ શ્રી રણજીત સિંહ જાદવ ના ઓ એ જણાવેલ કે પંચાયત વિસ્તારના કોટરો કે ઊંડા ખાડામાં આ રીતની માટી ડેબરીજ નાખવા માટે જીપીસીબી ના નિયમ મુજબ ના પાલન સહિત પંચાયત અથવા અધિકૃત અધિકારી ની તમામ પ્રકાર ની પૂર્વ પરવાનગી હોય તે જરૂરી છે,અન્યથા બીનપરવાંગી થી આવી માટી,કચરો નાખતા આવા ડમ્પર ટ્રેકટર ને પંચાયત દ્વારા જપ્ત કરી ધોરણસર ની કાર્યવાહી કરવા માં આવશે જેની નોંધ સંબંધિત તમામ કોન્ટ્રાકટર તથા કંપની અધિકારી ઓ એ લેવી.
આવા ડમ્પર બાબતે સરપંચ શ્રી રણજીતસિંહ જાદવ જણાવેલ કે આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં માટી નાખવા કે માટી લેવા આવતા જતા ડમ્પરો ખુબ જ શાંતિથી અને સ્પીડ લિમિટમાં ચલાવે તેવું અમોએ તમામ કોન્ટેક્ટકરો અને ગુજરાત રિફાઈનરી સત્તાધીશોને જાણ કરેલ છે જો આ ડમ્પરો દ્વારા કોઈપણનું જાનમાલનું નુકસાન થશે તો તેની વળતર ચૂકવવા ની તમામ જવાબદારી કોન્ટ્રાક્ટર અને ગુજરાત રિફાઈનરી સત્તાધીશો ની સંયુક્ત રીતે રહે છે જેની ગંભીર નોંધ લેવા જણાવવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here