રાજપીપળાના સ્ટેશન રોડના મુખ્ય માર્ગ ઉપર ટ્રાફીકની ભારે સમસ્નિયા.. નિરાકરણ માટે ટાઉન પ્લાનિંગનું અમલ ક્યારે..!?

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

જીલ્લા પોલીસ વડા ની સુચના થી ટાઉન પોલીસે ટ્રાફીક ની સમસ્યા હલ કરવા દુકાનદારો ને સમજ આપી

કોઇ ને પણ દંડ કર્યા વિના આડેધડ દુકાનો સામે વાહનો પાર્ક ન કરવા પોલીસ ની ભલામણ શું કારગર નીવડશે ??

નર્મદા જીલ્લા ના વડું મથક રાજપીપળા ખાતે દિનપ્રતિદિન ટ્રાફીક વધી રહ્યો છે, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવતા મુસાફરો પોતાના વાહનો સાથે રાજપીપળા નગર માંથી પસાર થતા હોય છે ત્યારે નગર મા ઠેર ઠેર ટ્રાફીક જામ ના દ્રશ્યો જોવા મળી રહ્યા છે,આ સમસ્યા નાં હલ માટે નગર મા હાલ કોઈજ ઉકેલ જોવા મળતો નથી ત્યારે નર્મદા જીલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબે એ એક નવીન પહેલ આદરી હતી, અને રાજપીપળા ટાઉન પોલીસ ને નગર ના મુખ્ય માર્ગ ઉપર ટ્રાફીક જામ ના થાય એ માટે વેપારીઓ ને સમજાવવા ની કવાયદ હાથ ધરવામાં આવી હતી.

માંડ 40 હજાર થી પણ ઓછી વસ્તી ધરાવતા રાજપીપળા નગર મા ટ્રાફીક ની સમસ્યા જટીલ બની છે, નગર ના મુખ્ય માર્ગ સ્ટેશન રોડ, શાકમાર્કેટ, દોલતબજર,ગોપચન નો ટેકરો, સહિત સંતોષ ચોકડી પાસે અવાર નવાર વાહનો ના ચક્કા જામ થતાં ટ્રાફીક ની સમસ્યા ઊભી થતી હોય છે. વાહન ચાલકો પોતાના વાહનો રોડ ઉપર જ સાઈડ મા પાર્ક કરી દેતા હોય છે, મોટર સાઈકલ માલિકો પણ પોતાના વાહનો આડેધડ મૂકતા ટ્રાફીક ની સમસ્યા ઊભી થતી હોય છે, એ સાથે રાજપીપળા નગર ના સ્ટેશન રોડ ઉપર બેન્કો આવેલ હોય બેન્કો મા કામકાજ અર્થે આવતાં લોકો બેન્કો એ કોઇ પણ પ્રકાર ની પાર્કિંગ વ્યવસ્થા કરી નહોય ને વાહનો રોડ ઉપર જ ખડકતા હોય છે.

રાજપીપલા મા જ્યારે પણ નગર ના બુદ્ધિજીવીઓ સાથે પોલીસ વિભાગ સહિત અન્ય અધિકારીઓ ની બેઠકો યોજાય છે ત્યારે આ ટ્રાફીક જામ નો પ્રશ્ન અવસ્ય ઉઠે છે, વર્ષો થી ટ્રાફીક જામ ની સમસ્યા છતાં તેનો કોઈજ ઉકેલ આવતો નથી !!

પોલીસ વિભાગ થોડા સમય માટે કામગીરી કરે છે પછી પરિસ્થિતિ જસ ની તસ જ થતી હોય છે. મોટાં હેવી વાહનો સહિત ફોર વ્હીલ વાહનો, મોટસાયકલો , સ્કૂટરો માં નોંધનીય વધારો થયો છે, લોકો બજાર માં ખરીદી કરવા પોતાના વાહનો સાથે આવે છે , વાહનો ના પાર્કિંગ ની કોઇ અલયદી વ્યવાસ્થા જ નગરપાલિકા તંત્ર દ્વારા કરવામા આવી નથી !! અવાર નવાર પાર્કિંગ ઝોન નક્કી તો થાય છે પરંતું તેનો કોઈજ અમલ થતો નથી !!

રાજપીપળા નગર રજવાડા સમય નું નાનકડું નગર છે , પરંતું નગર સહિત આસપાસ ના વિસ્તારો મા લોકો પાસે વાહનો વધ્યા છે, સ્ટેચ્યુ ઓફ યુનિટી ના લીધે પ્રવાસીઓ ની અવરજવર વધી છે, આમ છતાં ટ્રાફીક નિયંત્રણ માટે કોઈજ વ્યવસ્થા હાલ નગર મા નથી.

જો ટ્રાફીક ની સમસ્યા ની ઉકેલ ગંભીરતાથી લાવવો હોય તો એક માત્ર નિરાકરણ છે ટાઉન પ્લાનિંગ નો અમલ , જેતે નગરપાલિકાઓ સહિત મહા નગરપાલિકાઓ માં સમયાંતરે વધતી જતી વસ્તી, વધતા જતા ટ્રાફીક ને નજર સમક્ષ રાખી ને ટાઉન પ્લાનિંગ થતું હોય છે. રાજપીપળા નગર મા ટાઉન પ્લાનિંગ નો કોઇ જ અમલ કરવામા આવતો નથી !! આવું કેમ ??

નગર ના સ્ટેશન રોડ ન્યાયાલય થી લઈને કાલાઘોડા સર્કલ ( વિજ્ય સર્કલ ) સુધી, સફેદ ટાવર થી ગોપાચન ની ટેકરો દોલત બજાર માં ટાઉન પ્લાનિંગ ની અમલવારી થાય તો ટ્રાફીક ની સમસ્યા નો હંમેશ ના માટે નિરાકરણ આવી શકે છે.

શું નર્મદા જીલ્લા વહિવટી તંત્ર જેમાં નર્મદા કલેક્ટર, પ્રાંત અધિકારી , જીલ્લા વિકાસ અધિકારી,સહિત નગર પાલિકા ના ચીફ ઓફિસર સહિત ના અધિકારીઓ આ મામલે ગંભીરતા થી વિચારશે ખરાં ??

પોલીસ વિભાગ ની કામગીરી કેટલા અંશે સફળ થશે

પોલીસ અધીક્ષક પ્રશાંત સુંબે નાઓની સુચના ને આધારે દંડ વસુલ્યા વગર ફક્ત રાજપીપલા ટાઉનની ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર અને તેમનાં પોલીસ સ્ટેશનની ટીમે દરેક દુકાન માલીક તથા વાહનચાલક પાસે રૂબરૂ જઇ આડેધડ વાહન પાર્ક કરવાથી બીજા વાહન ચાલકોને પડતી અગવડતા અને ટાઉનમાં થતી ટ્રાફિકની સમસ્યા અંગે સમજ પાડી અને સહકાર આપવા આહવાન કર્યું છે, પરંતું પોલીસ વિભાગ ની વિંનાંતી થી શું સમસ્યા હલ થશે??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here