વડોદરા : પંચર બનાવવાની દુકાનની આડમા માદક પદાર્થ ગાંજો રાખી ગાંજાનું વેચાણ કરતા આરોપીને ગાંજાના જથ્થા સાથે પકડી પાડતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ

વડોદરા, સકીલ બલોચ :-

વડોદરા શહેરનું યુવાધન તંદુરસ્ત રહે તેમજ આ યુવાધનને ડ્રગ્સની ચુંગાલમાંથી મુકત કરી નશામુક્ત સમાજના દ્રઢ સંકલ્પને સાકાર કરવા માટે “મિશન” કલીન નશામુક્ત વડોદરા ઉપરાંત “ ઓપરેશન ક્રેક ડાઉન ” અંતર્ગત માનવીય અભિગમ હેઠળ યુવાધન બરબાદીના રવાડે અટકે તે માટે વડોદરા શહેર વિસ્તારમાં આવેલ લારી/ગલ્લા/મેડીકલ સ્ટોર વિગેરે જગ્યાએ સઘન ચેકીંગ કરી માદક પદાર્થ, ડ્રગ્સની વેચાણની અને હેરાફેરીની અસામાજીક પ્રવૃતિ કરતાં ઇસમોને શોધી કાઢી તેઓની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની સુચના માનનીય પોલીસ કમિશ્નર ડો.શમશેર સિંઘ સાહેબ તથા અધિક પોલીસ કમિશ્નર મનોજ નિનામા સાહેબ તરફથી આપવામાં આવેલ હોય, ક્રાઇમ બ્રાન્ચના DCP યુવરાજસિંહ જાડેજા સાહેબ અને ક્રાઇમ બ્રાન્ચના ACP એચ.એ.રાઠોડ સાહેબના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચનાં તમામ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ આ અંગે સતત કાર્યરત રહેલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સપેકટર એમ.એફ.ચૌધરીનાઓની ટીમને બાતમીદારથી બાતમી મળેલ કે, “ ખોડીયાનગર, મુખીનગર-૧ની સામે, આદિત ડેરી ફાર્મની બાજુમાં,ટાયર પંચરની દુકાન ચલાવતો ઇસમ નામે ભરત ગબ્બરભાઇ સોલંકી પોતાની પંચર બનાવવાની દુકાનની આડમા ગેરકાયદેસર રીતે ગાંજો રાખી વેચાણ કરે છે.” તેવી બાતમી મળતાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમી આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એફ.ચૌધરી, પો.સ.ઇ. આર.ડી.સોલંકી તથા ટીમના માણસોએ મુખીનગર-૧ની સામે, શ્રી આદિત ડેરી ફાર્મની બાજુમાં,ટાયર પંચરની દુકાનમા રેઇડ કરતાં દુકાનપર ઇસમ નામે ભરત ગબ્બરભાઇ સોલંકી રહે-મનં-૭૬ શકિતનગર, ખોડીયારનગર સામે,ન્યુ વી.આઇ.પી. રોડ, વડોદરાનો હાજર મળી આવતાં સદર ઇસમને સાથે રાખી દુકાનમાં તપાસ કરતા પ્લાસ્ટીકની થેલીમાં રાખેલ માદક પદાર્થ ગાંજાનો જથ્થો કુલ વજન ૨૭૦.૨૧ ગ્રામ કિં.રૂ.૨,૭૦૦/-નો મળી આવેલ. આ મળી આવેલ ગાંજો વગર પાસ પરમીટે ગેરકાયદેસર રીતે પોતાના આર્થિક ફાયદા સારૂ દુકાનમાં રાખીને વેચાણ કરતો હોવાની હકિકત જણાતા, મળી આવેલ ગાંજાનો જથ્થો તપાસ અર્થે કબજે કરી પકડાયેલ ભરત ગબ્બરભાઇ સોલંકીની વિરૂધ્ધમાં ક્રાઇમ બ્રાન્ચે એન.ડી.પી.એસ.એકટ અન્વયે કાયદેસરની કાર્યવાહી કરી ગુનો રજીસ્ટર કરવા તેમજ આગળની તપાસ માટે બાપોદ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે.
આરોપીનું નામ સરનામુ
ભરત ગબ્બરભાઇ સોલંકી રહે-મ.નં-૭૬ શકિતનગર, ખોડીયારનગર સામે,ન્યુ વી.આઇ.પી. રોડ, વડોદરા
• કબજે કરેલ મુદામાલ
માદક પદાર્થ ગાંજો કુલ વજન ૨૭૦.૨૧ ગ્રામ કિં.રૂ.૨,૭૦૦/-, નોંધાયેલ ગુનાની વિગત
બાપોદ પો.સ્ટેશન ગુ.ર.નં.- ૧૧૧૯૬૦૦૨૨૩૦૧૭૮/૨૩ NDPS એકટ કલમ ૮(સી),૨૦(બી)(I)(A) મુજબ ૪ સારી કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એફ.ચૌધરી, પો.સ.ઇ. આર.ડી.સોલંકી તથા સ્ટાફના સરદારભાઇ,
સલીમભાઇ, વિશાલભાઇ, હીરેનભાઇ, ધર્મેન્દ્રસિંહ,મોહિતરાજસિંહ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here