નસવાડી ખાતે બે માસુમ બાળકીઓએ રોજો રાખી દેશ દુનિયા માટે દુવાઓ કરી

નસવાડી, (છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

નસવાડી માં રહેતા મુબીનભાઈ આકબાણી ની દીકરી અતિહાબાનું જે છ વર્ષની છે અને ફૈયાઝભાઈ ની દીકરી હાદીયાબાનુ જેની ઉંમર પણ છ વર્ષની છે આ બે બાળકીઓએ રમજાન માસ નો રોજો રાખી જે 12 થી 13 કલાકનો રોજો હોય છે જેમાં પાણી પણ પીવામાં આવતું નથી અને હાલ તો ઠંડી ગરમીની સિઝન હોય તો ખબર પડે નહીં પરંતુ આટલી નાની ઉંમરે રોજો રાખી પોતાના રબને રાજી કરવા માટે આ બે બાળકીઓ હાદીયા અને અતીહા એ રોજો રાખ્યો હતો અને રોજો ખોલવાના સમયે બંને બાળકીઓ સાથે બેસી પોતાના રબ પાસે દુવાઓ કરી હતી અને જે લોકો રોજો નથી રાખતા એવા લોકોને શરમ આવે એવું કામ આ બે નાની બાળકીઓએ કર્યું હતું કારણ કે આટલી નાની ઉંમરે જો બાળકીઓ રોજો રાખી શકે તો મોટા માણસો કેમ નથી રાખતા? અને બંને બાળકીઓએ ભારત દેશ અને દુનિયા માટે આફત બલા મુસીબત મુશ્કેલ થી રબ હિફાજત ફરમાવે એવી દુવાઓ કરી રોજો ખોલવામાં આવ્યો હતો જે ઘણા આનંદની વાત છે આટલી નાની બાળકીઓએ રોજો રાખી પોતાના રબ ને રાજી કરવાનું કામ કર્યું છે અને નાના માસુમ બાળકો નિર્દોષ હોયછે એટલે રબ પણ રાજી થાય છે અને આ બાળકીઓ એ રોજો રાખ્યો હતો અને કોરોના જેવી બીમારી એ પણ હાલ જોર પકડ્યુ છે તેવી ગંભીર બીમારી થી પણ રબ આખા દેશ અને દુનિયા ની હિફાજત ફરમાવે તેવી દૂઆઓ કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here