જેતપુર પાવી તાલુકાની પાણીબાર ગ્રામ પંચાયતમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા આવી પહોંચી

પાવીજેતપુર, (છોટાઉદેપુર) મુકેશ જે રાઠવા :-

જેતપુર પાવી તાલુકાની પાણીબાર ગ્રામ પંચાયતમાં ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાની અધ્યક્ષતામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા આવી પહોંચતા યાત્રાનું ઢોલ નગારા અને આદિવાસી નૃત્ય ટીમલી સાથે ઉત્સાહ ભેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને રથ યાત્રાની પૂજા વિધિ સાથે સૌ ઉપસ્થિત ગ્રામજનો વિકસિત ભારતના શપથ લીધા હતા તેમજ ગુજરાત સરકારની તમામ યોજનાઓની માહિતી સહિત લાભો આપવામાં આવ્યા હતા. વિકસિત સંકલ્પ યાત્રામાં ગામના સૌ લોકો જોડાયા હતા અને આરોગ્ય કેમ્પમાં બીપી,ડાયાબિટીસ ચેકઅપ તેમજ નવીન રેશનકાર્ડ, ખેતીવાડીના હુકમ, સન્માન નિધિ રજીસ્ટ્રેશન જેવી દરેક યોજનાનું આ યાત્રામાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. યાત્રામાં લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ યોજના અંતર્ગતનું કાર્ડ વિતરણ તેમજ ઉજ્વલા યોજના નવીન ગેસ કનેક્શન લાભાર્થીને હાથોહાથ વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે 138 વિધાન સભાના ધારાસભ્ય શ્રી જયંતીભાઈ રાઠવા, પાવી જેતપુર તાલુકા પંચાયતના પ્રમુખશ્રી મુકેશભાઈ રાઠવા, પાવી જેતપુર તાલુકા ભાજપા સંગઠન મહામંત્રીશ્રી ચંદ્રસિંગભાઈ, પાણીબાર ગ્રામ પંચાયતના સરપંચશ્રી કાળુભાઈ, પાણીબાર ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચશ્રી મુકેશભાઈ, પાણીબાર ગામના અગ્રણી આગેવાનશ્રી રમેશભાઈ ભંગુર ભાઈ, જલાકાકા,સાઢલી ગામના અગ્રણી ભાજપા આગેવાન ભાનુ ભાઈ બીજા આગેવાન અદેસિંગ ભાઈ, સાઢલી તાલુકા પંચાયતના પૂર્વ સદસ્યશ્રી શૈલેષભાઈ રાઠવા તેમજ અધિકારીગણ મામલતદાર શ્રી જેતપુર પાવી એટીડીઓ શ્રી મનોજભાઈ પટેલ, ખેતીવાડી અધિકારી સાહેબશ્રી તેમજ સૌ અગ્રણી કાર્યકર્તાઓ તથા ગામના સૌ ભાઈઓ બહેનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here