છોટાઉદેપુર જિલ્લાના શિક્ષકોને વાઘોડિયા પારુલ યુનિવર્સિટી ખાતે CPR ની તાલીમ આપવામા આવી

પાવીજેતપુર, (છોટાઉદેપુર) મુકેશ જે રાઠવા :-

પાવીજેતપુર વિધાનસભા ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા ની ઉપસ્થિતિમાં તાલીમ અપાઈ

હાર્ટ એટેકના પગલે વિદ્યાર્થીઓના મોતની ઘટનાઓ સામે આવ્યા બાદ શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષકોને CPRની તાલીમ આપવાનો નિર્ણય કરાયો હતો.રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી હાર્ટ એટેકના કારણે મૃત્યુનું પ્રમાણ વધ્યું હોય તેમ લાગી રહ્યું છે. તેમાં પણ ઓછી ઉંમરના યુવકો પણ હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે. ઘણા કિસ્સામાં તો શાળાઓના બાળકોને પણ હાર્ટ એટેક આવતા તેમના મૃત્યું થયાના ગંભીર સમાચારો સામે આવ્યા છે. આમ શાળામાં અભ્યાસ કરતા બાળકો પર પણ હાર્ટ એટેકનું જોખમ જોવા મળ્યું છે. જેના પગલે છોટાઉદેપુર જીલ્લાના પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષકોને વાઘોડિયા પારુલ યુનિવર્સિટી ખાતે પાવીજેતપુર વિધાનસભાના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાની ઉપસ્થિતિમાં CPR તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. છોટાઉદેપુર જિલ્લાના 5000 થી વધુ શિક્ષકોએ CPR તાલીમ મેળવી હતી.તાલીમ માટે તૈયાર કરવામાં આવેલા ડમી પર જો વિદ્યાર્થીઓને એટેક આવે તો કઈ રીતે સારવાર કરી શકાય તે અંગેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પાવીજેતપુર વિધાનસભા ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા,છોટાઉદેપુર જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ,જિલ્લા ભાજપા પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા,ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ સભ્ય મુકેશભાઈ પટેલ,જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ પ્રમુખ માધુભાઈ,DEO ક્રિષ્નાબેન પાંચાણી,TPO ઇમરાનભાઈ સોની, ડોકટર સેલ પ્રમુખ ડો.તરંગ રાઠવા તેમજ મોટી સંખ્યામાં શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here