લુણસરિયાથી કેરાળા થઈ નેશનલ હાઈવેને જોડતો માર્ગ બની જાય તો ખરા અર્થે વિકાસ કહેવાય

મોરબી,આરીફ દીવાન :-

સમગ્ર ગુજરાતમાં ડિજિટલ યુગમાં ભારતીય જનતા પાર્ટી ભાજપના શાસનકાળે વિકાસ ની દિશા ને વેગ આપ્યો છે ત્યારે શહેર જિલ્લામાં આયોજનના અભાવે કે તંત્ર ની નિષ્ક્રિયતા કે નેતાઓની આળસનું ગ્રહો નડતરરૂપ હોય તેમ ગુજરાતના મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસના અમીછાંટણા થયા નથી હાલ ગુજરાતમાં માવઠા એ માર ખેડૂતોને માર્યો છે ત્યાં અધૂરામાં પૂરું ગ્રામ્ય વિસ્તારની પ્રજાને પાકા માર્ગો થી વંચિત રાખવામાં આવ્યા હોય તેમ મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના લુણસરીયા થી કેરાલા તરફનો મચ્છુ નદી તરફનો માર્ગ નેશનલ હાઇવેને જોડે જ છે જ્યાં જાણે તંત્રની નિષ્ક્રિયતા કે આયોજનનો અભાવ હોય તેમ ગ્રામ્ય વિસ્તારના સરપંચો સહિત ગ્રામ્ય વિસ્તારની મતદાર પ્રજા મહેસુસ કરી રહી છે લુણસરિયા ની આસપાસના ગ્રામ્ય વિસ્તાર એવા બપોર ચંપા દિગલીયા શેખડી ચાચડીયા દલડી કાશીપર કાસીયા ગાળા ગાંગિયાવદર મોર થરા સહિતના ગ્રામ્ય વિસ્તારો ના વિદ્યાર્થીઓ ખેડૂતોને લુણસરિયા થી કેરાળા તરફનો નેશનલ હાઈવે ને અમદાવાદ મોરબી સહિત કચ્છને જોડતો માર્ગ છે જે મચ્છુ નદીમાંથી પસાર થતો માર્ગ બનાવવામાં આવે તો ટ્રાફિક સમસ્યા સહિત સમયને પરવડે તેઓ ડિજિટલ નો વિકાસ ખરા અર્થે થઈ શકે તેમ છે હાલ મેડિકલ સારવાર માટે કિલોમીટરનું અંતર નો વધારો થઈ રહ્યો છે અને ફાટકના અભાવે અમુક ગામ્ય વિસ્તારના લોકોને સમયની સાથે સાથે મેન્ટેનન્સ ખર્ચ સાથે માનસિક પીડા નો ભોગ બનવું પડે છે જેથી સ્થાનિક પ્રજાના ચૂંટાયેલા ધારાસભ્યો સંસદ સભ્યો મોરબી જિલ્લાના વાંકાનેર પંથકના ગ્રામ્ય વિસ્તારની પ્રજા ની સમસ્યાનો અંત લાવી ખરા અર્થે વિકાસ ડિજિટલ યુગમાં કરે તેવી ખેડૂતો વિદ્યાર્થીઓ અને સ્થાનિક ગ્રામ્ય વિસ્તારના સરપંચો અને ગામજનોની લાગણી માંગણી ઉઠી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here