ફોરેસ્ટ વિભાગના બે કામદારોને નોકરીમાં પુનઃસ્થાપિત કરવાનો આદેશ થતા વન વિભાગના કર્મીઓમાં આનંદ

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે આવેલ મજૂર અદાલત દ્વારા જે તે સમયે પંચમહાલ જિલ્લા તરીકે ઓળખાતા લુણાવાડા મુકામે આવેલ રેન્જ ફોરેસ્ટ વિસ્તરણ વિભાગ માં રોજમદાર ચોકીદાર તરીકે તારીખ ૧/૨/૨૦૦૧ થી ફરજ બજાવતા મણિલાલ પુજાભાઈ વણકર ને જે તે સમય ના અધિકારીએ કોઈપણ જાતના વ્યાજબી કારણો સિવાય તેમની લાંબા સમયની નોકરીમાંથી પોતાની સત્તાનો દૂર ઉપયોગ કરી વર્ષ ૨૦૧૫માં નોકરી માંથી ગેરકાયદેસર રીતે છુટા કરી દીધેલ તેમજ એ જ વિભાગમાં તારીખ ૧/૧/૯૫ રોજમદાર ચોકીદાર તરીકે ફરજ બજાવતા રણછોડભાઈ તીતાભાઇ પગી ને તારીખ ૨૨ /૮/૯૭ ના રોજ થી મજૂર કાયદાની જોગવાઈઓનું ઉલ્લંઘન કરી આઈડી એક ની કલમ ૨૫ એ અને ૨૫ એફ નો ભંગ કરી નોકરીમાંથી છૂટા કરી દીધા હતા જે બાબતે કામદારોએ ગુજરાત સ્ટેટ લેબર ફેડરેશનના પ્રમુખ એ એસ ભોઈનો સંપર્ક કરેલ અને તેમને થયેલ અન્યાય બાબતે વિગતવાર રજૂઆતો કરતા જે તે સમયે જિલ્લાનું વિભાજન થતાં પંચમહાલ જિલ્લામાંથી મહિસાગર જિલ્લો અલગ કરવામાં આવતા આ કચેરી નો તમામ હવાલો મહીસાગર જિલ્લાને સુપ્રત કરવામાં આવેલ તે આધારિત ફેડરેશન દ્વારા કાયદાકીય રીતે ઔદ્યોગિક વિવાદ ધારા૧૯૪૭ ની કલમ ૧૦ (૧) હેઠળ આ કામદારોને પડેલા દિવસોના પૂરેપૂરા પગાર સહિત તેમની સળંગ નોકરી ગણી મૂળ જગ્યાએ પુનઃ સ્થાપિત કરવા માટે વિવાદ ઉપસ્થિત કરે જે વિવાદ નામદાર મજૂર અદાલત ગોધરા ખાતે રેફરન્સ કરવામાં આવતા આ કામે માલિક અને કામદાર તરીકે ના સંબંધો પ્રસ્થાપિત કરતા કેટલાક જરૂરી દસ્તાવેજો અદાલત સમક્ષ રજુ કરેલ અને એ બાબતે કાનૂની કાર્યવાહી હાથ ધરાતા અરજદાર તરફે ફેડરેશનના પેનલ એડવોકેટ શિતેષ એ ભોઈ અને વૈભવ આઈ ભોઈ એ સંયુક્ત દલીલો કરતા કેસમાં પડેલા પુરાવો આધારિત બંને પક્ષકારોની દલીલો ધ્યાને લઈ અરજદાર મણિલાલ પી વણકર તથા રણછોડ ટી પગીને મજુર અદાલત ગોધરાના હાલના ન્યાયાધીશ હિતેશ કુમાર એ મકા એ આ કામદારોને સંસ્થાએ મજૂર કાયદાની જોગવાઈઓનો ભંગ કરી નોકરીમાંથી છૂટા કરેલા હોવાનું દસ્તાવેજો આધારિત પુરવાર થતાં આ કામદારોને તેઓને મૂળ જગ્યાએ લુણાવાડા જિલ્લો મહીસાગર મુકામે નોકરીમાં પુનઃસ્થાપિત કરવાનો આદેશ ફરમાવતા કામદારો અને તેમના પરિવાર તથા બંને જિલ્લાઓના ફોરેસ્ટ વિભાગના કામદારોમાં આનંદની લાગણી છવાઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here