રાષ્ટ્રીય કિસાન સંગઠન બનાસકાંઠાની કારોબારી ની વિષેશ બેઠક મુક્તેશ્વર ડેમ ખાતે યોજાઇ

ડીસા,(બનાસકાંઠા) જાનવી રામાનંદી :-

નડેશ્વરી માતાજી થી શરૂ કરી ગાંધીનગર સુધી ની પાણી અધીકાર યાત્રા ની રણનીતિ નક્કી કરવા માં આવી

રાષ્ટ્રીય કિસાન સંગઠન બનાસકાંઠા જીલ્લા માં ખેડૂતો ના પ્રશ્નો ને ઉજાગર કરવા નું કામ સતત સક્રિય રહીં કરી રહ્યા છે અને હંમેશા ખેડૂતો પડખે ઉભા રહો ખેડૂતો ને ન્યાય અપાવવા કોષીશ કરી રહ્યા છે.
રાષ્ટ્રીય કિસાન સંગઠન બનાસકાંઠા જીલ્લા ની કારોબારી સમિતિ ની વિષેશ બેઠક જીલ્લા પ્રમુખ વી.કે.કાગ ની સુચના થી જીલ્લા મહામંત્રી ભરતભાઈ કરેણ દ્વારા એજન્ડા બહાર પાડી વડગામ તાલુકા માં આવેલ મુક્તેશ્વર ડેમ ખાતે ચામુંડા માતા ના મંદિર માં યોજવા માં આવેલ. આ બેઠક માં કુલ સાત મુદ્દે ચર્ચા કરવા માં આવેલ અને સર્વાનુમતે ઠરાવ પસાર કરવામાં આવી છે
વધું જીલ્લા પ્રમુખ વી. કે.કાગ જણાવે છે કે બનાસકાંઠા જીલ્લા માં ખાસ લોકો ખેતી અને પશુપાલન ના ધંધા સાથે સંકળાયેલા છે જીલ્લા માં કોઇ મોટા ઉધોગ આવેલ નથી તેથી ખેડૂતો ૭૦ % કરતા વધું લોકો ખેતીવાડી થકી પોતાના પરીવાર નું ગૂજરાન ચલાવે છે અને ખેતીવાડી દ્વારા ૮૦ % રોજગાર પુરો પાડે છે
પ્રદેશ ઉપ પ્રમુખ અમરાભાઈ ચૌધરી જણાવ્યું છે કે બનાસકાંઠા જીલ્લા માં ભુગર્ભ તળમાંપાણી ખુટી ગયા છે અને જીલ્લા માં ત્રણ મોટા ડેમ આવેલ છે પરંતુ ચોમાસામાં અનિયમિત વરસાદ ના કારણે ડેમ માં પાણી પાણી ની આવક ન થવા ને કારણે પાણી ની સમસ્યા ઉભી થઈ ગઈ છે સુજલામ સુફલામ્ નહેર માં સરકાર પાણી નાખતી નથી તેથી ખેડૂતો ની હાલત કફોડી બની જવા પામી છે તેથી ખેડૂતો ને બચાવવા માટે સરકાર દ્વારા દાંતીવાડા ડેમ નું પાણી બનાસકાંઠા જીલ્લા ને આપવામાં આવે તાવી માગણી છે અને નર્મદા કેનાલ માથી કડાણા ડેમમાં પાણી નાખી નાખી તે કડાણા ડેમનું પાણી મુક્તેશ્વર ડેમ માં પાણી નાખો અને મુક્તેશ્વર ડેમ નું પાણી કરમાવત તળાવમાંનાખો અને ત્યાર બાદ દાંતીવાડા ડેમ અને સીપુ ડેમ માં પાણી નાખો અને ત્યાર બાદ બનાસ નદી, રેલ નદી પાણી છોડી જીવંત કરવા માગણી છે
જીલ્લા મહામંત્રી શ્રી ભરતભાઈ કરેણ દ્વારા જણાવેલ કે પાણી યાત્રા નડેશ્વરી માતાજી ના આશીર્વાદ લઇ ચાલુ કરવા માં આવશે અને સુઇગામ ખાતે ખેડુત સભા અને વાવ ખાતે રાત્રી રોકાણ કરી ખેડૂત સભા થશે અને થરાદ માર્કેટ યાર્ડ ખાતે ખેડૂતો સભા કરી રાહ રાત્રે રોકાણ કરી સવારે રાહ ખાતે ખેડૂતો ની સભા થશે ત્યાર બાદ આ પાણી યાત્રા લાખણી તાલુકા માં જશે અને લાખણી ખાતે લાખણી, દિયોદર ભાભર,કાંકરેજ, ડીસા તાલુકા ના ખેડૂતો ની વિશાળ ખેડૂત મહાપંચાત થશે અને પાણી યાત્રા ધાનેરા તાલુકા માં પ્રવેશ કરશે ધાનેરા ખાતે લાલચોક માં વીશાળ સંખ્યા ખેડૂતો પાણી મહાપંચાત કરશે અને પાણી યાત્રા પાંથાવાડા, દાંતીવાડા ખેડૂત સભા કરી કરમાવત તળાવ જશે અને ત્યાંથી પગપાળા પાણી યાત્રા વડગામ ખેરાલુ ખેડૂતો ની સભા કરી ઠેર ઠેર સ્વાગત સાથે ઢોલ નગારા વગાડી ને ગાંધીનગર સચિવાલય ખાતે મુખ્ય મંત્રી શ્રી ને બનાસકાંઠા ના પણા ની સમસ્યા ની રજૂઆત કરવાની રણનીતિ ઘડવામાં આવી છે
પ્રદેશ મંત્રી રામસિંહ ગોહિલ જણાવે છે કે પશુપાલકો ને દુધ ના પોષણસમ ભાવ ન મળતા હોઇ પાણી યાત્રા બાદ બનાસકાંઠા જીલ્લા ના તમામ ગામડાઓમાં દૂધ યાત્રા કાઢવા માટે ની લડાઈ મજબૂતાઈ થી લડવા માં આવશે.
જીલ્લા યુવા પ્રમુખ દોલાભાઈ ખાગડા દ્વારા સંગઠન મજબૂત કરવા માટે સભ્ય નોંધણી કરવા અને રાષ્ટ્રિય અધિવેશન મધ્ય પ્રદેશ માં તા.૧૯,૨૦,૨૧ માં યોજવાનું છે તેથી તમામ હોદ્દેદારો ને ભાગ લેવા માટે ની ગાઇડલાઇન આપેલ.
આજની બેઠક ના અધ્યક્ષ તરીકે પ્રદેશ ઉપ પ્રમુખ અમરાભાઈ ચૌધરી ની નિમણુંક કરી બેઠક ની કામગીરી ચાલુ કરેલ બેઠકમાં જીલ્લા પ્રમુખ શ્રી વી.કે.કાગ,જીલ્લા મહામંત્રી ભરતભાઈ કરેણ, પ્રદેશ મંત્રી રામસિંહ ગોહિલ, જીલ્લા કોષાઅધ્યક્ષ વિક્રમભાઈ ગામોટ, જીલ્લા ઉપ પ્રમુખ કરશનભાઈ રાજપુત, જવાનસીહ હડિયોલ, તેમજ તમામ જીલ્લા સદસ્ય તમામ તાલુકા પ્રમુખ, મહામંત્રી, કોષાઅધ્યક્ષ અને કારોબારી સમિતિ ના સભ્યો હાજર રહેલા અને કુલ સાત ઠરાવ પસાર કરી સભા નું કામ કરેલ સભાનું સંચાલન યુવા પ્રમુખ દોલાભાઈ ખાગડા દ્વારા કરેલ ભોજન ની વ્યવસ્થા વડગામ તાલુકા પ્રમુખ લક્ષમણભાઇ ચૌધરી મહામંત્રી ગોવિદભાઈ ચૌધરી ઉપ પ્રમુખ રેવાભાઈ પરમાર કરવા માં આવેલ હતું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here