રાજ્યના શિક્ષણમંત્રી શ્રી ડો. કુબેરભાઈ ડીંડોરના અધ્યક્ષસ્થાને તમામ જિલ્લાઓના અધિકારીઓ સાથે બોર્ડની પરીક્ષાને લગતી તૈયારીઓ વિશે વીડિયો કોન્ફરન્સ બેઠક યોજાઇ

ગોધરા, (પંચમહાલ) ઇશહાક રાંટા :-

પરીક્ષા અંગેના એક્શન પ્લાનની વિગતવાર માહિતી આપતા નિવાસી અધિક જિલ્લા કલેકટરશ્રી એમ.ડી.ચુડાસમા

માર્ચ ૨૦૨૪માં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા યોજાવાની છે ત્યારે શિક્ષણમંત્રીશ્રી ડો. કુબેરભાઈ ડીંડોરના અધ્યક્ષસ્થાને તેમજ રાજ્યકક્ષાના શિક્ષણમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનસેરીયાની પ્રેરક ઉપસ્થિતિમાં તમામ જિલ્લાઓના કલેક્ટર્સ, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીઓ, જિલ્લા શિક્ષણાધિકારીશ્રીઓ સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે પરીક્ષાને લગતી તૈયારીઓ વિશે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

વીડિયો કોન્ફરન્સમાં મંત્રીશ્રી સમક્ષ પંચમહાલ નિવાસી અધિક જિલ્લા કલેક્ટરશ્રી એમ.ડી.ચુડાસમા દ્વારા પરીક્ષા અંગે જિલ્લામાં કરવામાં આવેલી તૈયારીઓનો ચિતાર રજૂ કરવામાં આવ્યો હતો. તેમણે ધોરણ-10 અને ધોરણ-12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા માર્ચ-2024ના સફળ સંચાલન માટેના પંચમહાલ જિલ્લાના એક્શન પ્લાનની વિગતવાર માહિતી આપી હતી.

આ બેઠકમાં વર્ચ્યુઅલ રીતે ગાંધીનગર ખાતેથી શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓ તેમજ ગોધરા કલેક્ટર કચેરીના વીડિયો કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા શિક્ષણાધિકારીશ્રી,પ્રાથમિક શિક્ષણાધિકારી સહિત વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here