રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં 7 અને નર્મદા જીલ્લામાં 9 મી માર્ચના રોજ પ્રવેશસે

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના આગેવાનોની યાત્રાને સફળ બનાવવા માટે બેઠક યોજાઈ

દેશમાં ફેલાયેલી અસમાનતા, અરાજકતા બેરોજગારી અને તમામ ને ન્યાય ના શુભ સંદેશ સાથે 14 મી જાન્યુઆરી ના રોજ મણીપુર થી શરૂ થયેલ કૉંગ્રેસ અગ્રણી અને લોકસભા સાંસદ રાહુલ ગાંધી ની ભારત જોડો ન્યાય યાત્રા આગામી 7 મી માર્ચ ના રોજ રાજસ્થાન માથી ગુજરાત માં પ્રવેસશે જે માટે આ યાત્રા ને સફળ બનાવવા અને યાત્રા ના સુચારુ આયોજન માટે આજરોજ અમદાવાદ સ્થિત કોંગ્રેસ કાર્યાલય ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના આગેવાનોની બેઠક મળી હતી.

અમદાવાદ ખાતે ગુજરાત કોંગ્રેસ ના કાર્યકરોની બેઠકમાં પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ, અર્જુન મોઢવાડિયા, મુકુલ વાસનિક, ઉષા નાયક, અમિતભાઈ ચાવડા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ સહિત તમામ જિલ્લાના પ્રમુખો અને આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને યાત્રાને કઈ રીતના સફળ બનાવવી અને રાહુલ ગાંધીનો ભારત જોડો ન્યાય યાત્રાનો શુભ સંદેશ ગુજરાતના ઘરે-ઘરે કઈ રીતના પહોંચે એ માટેનો પરામર્શ કોંગ્રેસ આગેવાનોએ હાથ ધર્યું હતુ.

7 મી માર્ચ ના રોજ રાજસ્થાનમાંથી રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતના ઝાલોદ તરફથી પ્રવેસશે જે 9 મી માર્ચ ના રોજ નર્મદા જિલ્લામાં બપોરના 12:00 વાગ્યાના સુમારે આવશે નું નર્મદા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રફુલભાઈ પટેલે વાતચીત દરમિયાન જણાવ્યું હતું અને વિશેષમાં ઉમેર્યું હતું કે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા નર્મદા જિલ્લામાં પ્રવેશ કરસે તો તેના સ્વાગત માટે નર્મદા જિલ્લા કોંગ્રેસના તમામ કાર્યકરો સહિત આમ જનતામાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here