રાજય સરકારે ઓનલાઈન શિક્ષણ તો કર્યુ પણ નેટવર્કના અભાવે વિદ્યાર્થીઓને પારાવાર તકલીફો

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

નર્મદા જીલ્લા ના દેડિયાપાડા તાલુકા ના મીડિયાસાક ગામ ના આદિવાસી વિદ્યાર્થી ઓ નેટવર્ક ની શોધ મા અડધો કી.મી. દુર ટેકરા પર ચઢી અભ્યાસ કરવાની મજબૂરી !!

કેન્દ્ર સરકાર ના એસપીરેશનલ ડિસ્ટ્રીકટ મા આદિવાસી વિસ્તારોમાં નેટવર્ક ના અભાવે વિદ્યાર્થીઓ ના શિક્ષણ પર માઠી અસર

કેન્દ્ર સરકાર ના એસપીરેશનલ ડિસ્ટ્રીકટ તરીકે જાહેર કરવામાં આવેલ આદિવાસી વસ્તી ધરાવતા નર્મદા જીલ્લા ના આદિવાસી ઓ આજે પણ કફોડી હાલત મા મુળભુત સુવિધાઓ થી વંચિત તો છેજ તેવામા હાલ રાજય સરકાર દ્વારા શાળા કોલેજ બંધ હોય ને વિદ્યાર્થી ઓ ને ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહયું છે ત્યારે નર્મદા જીલ્લા ના કેટલાય એવાં ગામ છે જયાં મોબાઈલ ટાવર ના નેટવર્ક જ ના હોય આદિવાસી વિસ્તારોમાં વિદ્યાર્થી ઓ ના શિક્ષણ પર માઠી અસર પડી રહી છે.

નર્મદા જીલ્લા ના દેડિયાપાડા તાલુકા ના મીડિયાસાક સહિત રાલદા ગામ મા વસવાટ કરતા આદિવાસી ઓ આજે પણ ટેકનોલોજી ના આ યુગમાં ટેલીફોન સેવા મોબાઈલ નેટવર્ક થી વંચિત છે.મીડીયાસાક ગામ ની વાત કરીએ તો ગામ ના આદિવાસી આગેવાન કિશોરભાઈ કંચનભાઇ વસાવા એ માહિતી આપતાં જણાવ્યું હતું કે અમારા ગામ ના 15 થી 20 વિદ્યાર્થી ઓ શાળા કોલેજ મા અભ્યાસ કરી રહયા છે, જેઓને હાલ ઓનલાઈન શિક્ષણ સહિત પરીક્ષાઓ પણ આપવાની થતી હોય પોતાના ધર મા મોબાઈલ ના નેટવર્ક જ ન પકડાતા ગામ થી લગભગ અડધા કી. મી. થી પણ વધુ ડુંગર ઉપર ચઢી ને જવુ પડે છે અને ત્યા નેટવર્ક પકડાતા પોતાના અભ્યાસ કાર્ય કરતા હોય છે.

મીડીયાસાક સહિત આવી જ પરિસ્થિતિ રાલદા ગામ મા પણ વિદ્યાર્થી ઓ વેઠી રહયા છે. ચોમાસા ની સીઝન હોય જંગલ વિસ્તારમાં ભારે વરસાદ પડતો હોય એવા સમયે આ આદિવાસી વિસ્તારોમાં વસવાટ કરતા વિદ્યાર્થી ઓ શું કરસે ? એ યક્ષ પશ્ર બની ગયો છે , ત્યારે આદિવાસી વિસ્તારોમાં દરેક ગામ ને મોબાઈલ નેટવર્ક ની સુવિધા ઉપલબ્ધ થાય એ દિશામાં નર્મદા જીલ્લા ના આદિવાસી નેતાઓએ તેમજ નર્મદા જીલ્લા કલેક્ટર સહિત ના અધિકારીઓ એ તવરિતજ મોબાઈલ નેટવર્ક મળી રહે એ દિશામાં યોગ્ય પગલાં ભરવાંની લોક માંગ ઉઠવા પામી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here