રાજપીપળા વિધાનસભા બેઠક માટે આમ આદમી પાર્ટીએ ડૉ. પ્રફુલ વસાવાના નામની કરી જાહેરાત…

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

આંદોલનકારી તરીકે સામાજિક દાયિત્વ ધરવતા પ્રફુલ વસાવા ની જાહેરાત થતાં રાજકિય ગરમાવો

આમ આદમી પાર્ટી એ આગમી ડિસેમ્બર મહિનામાં યોજાવાનાર ગુજરાત વિધાનસભાની ચુંટણીઓ જીતવા માટે નો તખ્તો ઘડી કાઢ્યો છે, પાર્ટી ના આગેવાન અને દિલ્હી નાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અવાર નવાર મહાનુભાવો સાથે ગુજરાત ની મુલાકાત લઈ રહયા છે,મતદારો ને આકર્ષવા મફત વીજળી સહિત ની અનેક જાહેરાતો પણ કરી રહયા છે અને પોતના ઉમેદવારો ની પણ પસંદગી કરી ને જાહેરાત કરવામાં આવી રહી છે.

148 નાંદોદ ( રાજપીપળા) વિધાનસભા નો આમ આદમી પાર્ટીનો ઉમેદવાર કોણ ની ઘણાં લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી, કારણ ઉમેદવાર તરીકે ત્રણ પ્રબળ દાવેદાર માનવામાં આવી રહયા હતા, એકતો નિવૃત્ત બેંક મેનેજર વિક્રમ તડવી ની ચર્ચાઓ. સ્થાનીક સંગઠન લેવલે તેજ બની હતી બીજા ભાજપા છોડી ને આમ આદમી પાર્ટી મા જોડાયલા સરપંચ પરિષદ ના ઝોન પ્રમુખ નિરંજન વસાવા જે જેવો ગામડાઓની મુલાકાતો લઇને મોટી સંખ્યા મા આદિવાસીઓ ને આમ આદમી પાર્ટી જોડી રહ્યા હતા ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા નાંદોદ 148 વિધાનસભા ના પોતાના ઉમેદવાર તરીકે ડો. પ્રફુલ વસાવા ના નામની જાહેરાત કરવામાં આવી છે. આંદોલનકારી એવા પ્રફુલ વસાવા ની પણ આદિવાસી સમાજ સહિત ના અન્ય સમાજો માં ખાસ્સી લોકપ્રિયતા છે, સરદાર સરોવર નર્મદા ડેમ ના વિષ્ટાપિતો, અસરગ્રસ્તો ના પ્રશ્નો,સહિત સાત ગામ ના સ્ટેચ્યુ ઓફ યુનિટી ના અસરગ્રસ્તો માટે સતત આંદોલન , રજુઆતો કરતા આવ્યાં છે,ત્યારે આમ આદમી પાર્ટી એ તેઓની પોતાના ઉમેદવાર તરીકે પસંદગી કરતા હવે નાંદોદ વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર અને ભાજપા ના ઉમેદવાર અને આમ આદમી પાર્ટી ના ઉમેદવાર વચ્ચે ત્રિકોણીય જંગ જામશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here