રાજપીપળા પાસેના ગોપલપુરા ગામે શ્રી રામ જન્મભૂમિ પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ના પ્રસંગે કલસ યાત્રા નીકળી

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

અયોધ્યા ખાતે રામ મંદિર નુ નિર્માણ કરી ભક્તજનો ના દર્શનાર્થે મંદિર ખુલ્લુ મુકવામાં ગણતરી ના દિવસો બાકી રહ્યા છે ત્યારે આયોધ્યા થી આવેલ પૂજિત અક્ષત ની કળશ યાત્રા (મ્યુઝિક સિસ્ટમ) સાથે આજરોજ રાજપીપળા પાસે ના ગોપલપુરા ગામે નીકળી હતી જેમાં ગામ ના અગ્રણીઓ અનિરુદ્ધસિંહ ગોહીલ, પ્રવિણસિંહ ગોહીલ, જીતેન્દ્રસિંહ ગોહીલ, દિલીપસિંહ ગોહીલ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા.

ગામ ખાતે નીકળેલ યાત્રા માં ભજન કીર્તન, ગરબા સાથે ગામના લોકો જોડાયા હતા. કળશ યાત્રા બપોરે 3 વાગે ગોપાલેશ્વર મંદિરે થી નીકળી પ્રિન્સ ફળીયા – નિશાળ ફળિયું – વૃદાવન ફળિયું – ઠાકોર ફળિયું – ટેકરા ફળિયું – મંદિર રહીને હરિજનવાસ – રણા ફળિયું – તળાવ ફળિયું થઈ ને યાત્રા સાંજે 6 વાગે ગોપાલેશ્વર મહાદેવ મંદિર પરત ફરી હતી .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here