રાજપીપળા નગરમા સહુ પ્રથમ જ વાર કરફ્યુ અને કોરોનાના નિયમો વચ્ચે ભગવાન જગન્નાથની શોભા યાત્રા નીકળી

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

શણગારેલા ભગવાનના રથને ભકતો એ દોરડાથી ખેંચી ધન્યતા અનુભવી -માર્ગ ઉપર પોલીસ નો ચુસ્ત બંદોબસ્ત

પુજાવિધિમાં ભાગ લેનાર તમામના RTPCR ટેસ્ટ કરવાયા.

રાજપીપલા ખાતે આજે અષાઢી બીજના દિવસે પહેલીવાર જાહેર કરેલ કર્ફ્યુની વચ્ચે કોરોના ગાઈડલાઈન પ્રમાણે સીમિત ભક્તોની સાાથે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી હતી. જેમાં ભક્તોએ ભગવાનના રથને દોરડાથી  ખેંચી ધન્યતા અનુભવી હતી. રથયાત્રા માર્ગ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.અને શાંતિ સોહારદ માા યાત્રા પુર્ણ થઇ હતી.

રથયાત્રામા 60 થી વધુ લોકોને ભેગા નહીં કરવાની પરમિશન હોવાથી તેમજ આ વખતે ટ્રક, હાથી, ભજન મંડળી, બેન્ડવાજા  વિગેરે રથયાત્રા મા ભાગ લેવા પર પ્રતિબંધ મુકાયો હોય  સીમિત ભક્તો જ આ વખતે રથયાત્રામા જોડાયા હતા તથા પુજાવિધિમાં ભાગ લેનાર તમામને પણ રથયાત્રાના ૪૮ કલાક પહેલા કરાવેલ RTPCR ટેસ્ટ નેગેટીવ આવ્યો હોય તેઓ નેેેેજ સામેલ કરાયા હતા અને રાજપીપલામા ભગવાન જગન્નાથની રથયાત્રા પહેલીવાર કોવીડ 19 નાનીતિ નિયમો અનુસાર નીકળી હતી.સાંસદ મનસુખભાઈ વસાવા એ રાધાકૃષ્ણ મંદિર ખાતે પુંજા અર્ચના કરી હતી જે પ્રસંગે નગરપાલિકા પ્રમુખ કુલદીપસિહ ગોહિલ , કમલેશ પટેલ સહિત ના આગેવાનો પણ જોડાયા હતા.

ભગવાન જગન્નાથજીની રથયાત્રા રાધાકૃષ્ણ મંદિર, કોર્ટ ત્રણ રસ્તા, લાલ ટાવર, દરબાર રોડ, જુની પોષ્ટ ઓફિસ, કાછીયાવાડ, માછીવાડ ગેટ અને સફેદ ટાવર વિસ્તારોમાંથી નીકળી હતી.અને નગર ના મુખ્ય માર્ગો ઉપર ફરી હતી.

કલેકટરે બહાર પાડેલ જાહેરનામા પ્રમાણે સવારના ૦૭ થી બપોરના ૦૧ કલાક સુધી કરફ્યુ નો અમલ જાહેર કરેલ હતો. માછીવાડ ગેટથી સ્ટેશન રોડ તરફ આવતા વાહનોને હરસિધધિ, ભવાની મંદિર, સંતોષ ચોકડી, કાળીયા ભૂતથી વડીયા જકાતનાકા તરફ તથા કોર્ટ ત્રણ રસ્તાથી કાળાઘોડા તરફ જતા વાહનોએ કોલેજ રોડ થઈ કાળીયા ભૂતથી હરસિધ્ધિ ભવાની મંદિર થઈ કાળાઘોડા અને વડીયા જકાતનાકા તરફ જવાના વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવામાટે ડાઇવઝૅન અપાયું હતું. 

અત્રે ઉલ્લેખનીય છે કે પ્રતિ વર્ષ સાંજે નીકળનાર શોભાયાત્રા કોરોના ની મહામારી ને લીધે સમયમાં ફેરફાર કરી ને સવારે કાઢવામાં આવી હતી જે બપોરે પુર્ણ થઇ હતી. યાત્રા દરમ્યાન જીલ્લા પોલીસ વડા હિમકરસિહ ની સુચના અને માર્ગ દર્શન થી ડી. વા.એસ.પી. રાજેશ પરમાર , ટાઉન પોલીસ સહિત નર્મદા જીલ્લા પોલીસ ના જવાનો એ શોભાયાત્રા દરમિયાન ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો અને શાંતિ પુર્ણ માહોલ મા યાત્રા પુર્ણ થઇ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here