રાજપીપળા નગરપાલિકા સંચાલિત વિનાયકરાવ વૈધ ગાર્ડનનો પ્રવેશ દ્વાર એક વર્ષથી લંગડાતી હાલતમાં !!!!

રાજપીપલા,(નર્મદા)
આશિક પઠાણ

ફકત રૂ. 200 ના જ વેલ્ડીંગ ખર્ચથી દરવાજો બની જાય એવી સ્થિતિ…

નગરપાલિકાના શાસકોને ઓછી રકમના કામકાજમા કોઈ જ રસ ન હોવાનું નગરજનોમા ચર્ચાસ્પદ

રાજપીપળાના પ્રસિધ્ધ વિનાયકરાવ વૈધ ગાર્ડનનો પ્રવેશ દ્વાર છેલ્લા એક વર્ષથી પણ વધુ સમયથી લંગડાતી હાલતમાં જોવા મળી રહ્યો છે તેની પાલિકા સતાધિશો દ્વારા કોઇ જ પ્રકારની નોંધ ન લેવાતાં નગરજનોમા પાલિકાના શાસકો ટીકા પાત્ર બની રહયા છે.   
ગાર્ડનનો પ્રવેશ દ્વાર એક વર્ષથી પણ વધુ સમયથી પીલરમા નાખેલા નકુચામાથી એન્ગલનો  વેલ્ડીંગ ટુટી જતાં લંગડાતી હાલતમાં જોવા મળી રહ્યો છે, દરરોજ જમીન ઉપર ઘસડાતો ખુલે છે અને ઘસડાતો જ બંધ થાય છે, પરંતુ માત્ર રૂ. 200 નાજ ખર્ચમા સમારકામ એટલેકે વેલ્ડીંગ થઇ જાય તો સમસ્યા દૂર થાય એવી પરિસ્થિતિ છે પરંતુ નગરપાલિકાના શાસકોને ઓછી રકમના કામકાજમા કોઈ જ રસ નથી !!   

નગરપાલિકાના ચીફઓફિસર ગાર્ડનમા આવેલ ટાઉનહોલના રૂમમાં વર્ષોથી રહે છે શુ આવતાં જતા તેમના ધ્યાને આ લંગડાતો પ્રવેશ દ્વાર નથી આવતો..?? આ ઉપરાંત ગાર્ડન સમિતિના ચેરમેન શુ ગાર્ડનની મુલાકાત નથી લેતાં..??? ગાર્ડનમા કર્મચારીઓ કામગીરી કરતા હોય છે ગેટ ખોલવાની બંધ કરવાની જવાબદારી કર્મચારીઓની હોય છે તો શુ તેઓએ નગરપાલિકાના સતાધિશોને એક વર્ષથી જાણ જ નથી કરી..??   

રાજપીપળા નગરપાલિકાના શાસકોની આવા કામો બાબતની ઉદાસીન નીતિ નગરજનોમા ચર્ચાસ્પદ બની છે. લાખોના કામોનુ ખાતમુહૂર્ત થાય તો સત્તાધારી ઓ અને વિપક્ષ ભેગા, પણ મામુલી રકમના કામકાજ માટે સહુના આંખ આડા કાન કરવાની નીતિને ત્યાગી નગરના સેવકો નગરની સમસ્યાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી નગરજનોનો વિશ્વાસ સંપાદિત કરે એજ નગર સેવકો અને નગરજનોના હિતમાં છે.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here