રાજપીપળા નગરના કોલેજ રોડ ઉપર ધમધમતું શનિવારી બજાર આજે મરણ પથારીએ !!!

રાજપીપળા,(નર્મદા)
આશિક પઠાણ

નગરપાલિકાના પૂર્વ પ્રમુખ મહેશ વસાવાના શાસનમાં શનિવારી બજારમા સેકડો વેપારીઓ ધંધો કરી રોજગારી મેળવતાં

હજારો ગ્રાહકોની ભીડ જામતી સ્થાનિક ધનાઢયૉના વિરોધથી બજાર બંધ કરાયુ આજે પણ લોકો સસ્તા ભાવે કપડા ખરીદી કરતા નજરે પડ્યા

રાજપીપળા નગરપાલિકાના પુર્વ પ્રમુખ મહેશના નગરપાલિકાના પ્રમુખ તરીકેના શાસનકાળમા રાજપીપળાના કોલેજ રોડ ઉપર રાજવંત પેલેસના મુખ્ય માર્ગો ઉપર નગરજનોને સસ્તા ભાવે ચીજ વસ્તુઓ મળી રહે, તેમજ વેપારીઓ પોતાના ધંધા રોજગાર કરી આજીવિકા રળતા થાય એવા શુભ આશયથી શનિવારી બજારની શરુઆત કરવામાં આવી હતી. આ બજાર ધનાઢયૉના વિરોધી નો ભોગ બન્યો અને બંધ કરાયો.

આ શનિવારી બજાર મા સેકડો વેપારી ઓ ધંધો કરી રોજગારી મેળવતાં અને રાજપીપળા ના નગરજનો સહિત આસપાસ ના વિસ્તારમાંથી આદિવાસીઓ મોટા પ્રમાણ મા દરેક ચીજ વસ્તુઓ જેવી કે અનાજ , શાકભાજી , વાસણ , કપડા , રમકડા , મરીમસાલા જેવી જીવન જરુરીયાત ની ચીજ વસ્તુઓની ખરીદી કરતા હતા. આ બજાર મા સસ્તા ભાવે દરેક વસ્તુ ગૃહ વપરાશ ની લોકો ને મળી રહેતી, પરંતુ આની સીધી જ અસર બજારમાં વેપાર ધંધો કરતા વેપારીઓ ના ધંધા ઓ ઉપર થઇ હોવાનું ચર્ચાસ્પદ બન્યુ, આ સહિત ખુબજ મોટી સંખ્યામાં વેપારી ઓ ધંધો કરવા આવતા વેપારીઓ પોતાના પથારા રાજેન્દ્ર સ્કુલ પાસે થી શરું કરતા જે જે છેક રાજવંત પેલેસ ના મુખ્ય પ્રવેશ દ્વાર ને વટાવી ને આગળ સુધી પહોંચ્યા.

પછી શરુ થઇ રાજરમત અને બજાર બંધ કરાવવાની ચળવળ, ટ્રાફિકના મુદ્દા ઉઠાવી ગંદકીના મુદ્દા ઉઠાવી ઉચ્ચસ્તરે રજુઆતો કરાઇ જેથી નગરપાલિકાના સત્તાધિશો એ શનિવારી બજાર બંધ કરવાની ફરજ પડી !!!!

રાજપીપળા ખાતે ભરાતો શનિવારી બજાર આજે પણ જયાંરે આ બજાર મા હજારો લોકો ની ભીડ જામતી સસ્તા ભાવે લોકો ચીજવસ્તુઓને ખરીદતા તેનો સાક્ષાત ઉદાહરણ પુરુ પાડે છે . આજે પણ દર શનિવારે જે જગ્યાએ નિયમિત રીતે શનિવારી બજાર ભરાતું ત્યા થોડાક વિસ્તારમાં માર્ગ ઉપર પથારા લારી લગાવી કાપડના વેપારીઓ કપડા વેચવાનો ધંધો કરી રહયા છે, ગરીબ આદિવાસી મજુરિયાત વર્ગ શનિવારી બજાર માથી ખરીદી પણ કરતા દ્રશ્યમાન થઇ રહ્યા છે.

શું રાજપીપળા મા બંધ થયેલા શનિવારી બજાર ને પુનઃ શરૂ કરવાની દિશામાં કોઈ પગલાં ભરાસે ? નગરપાલિકા , મામલતદાર, પ્રાનત અધિકારી સહિત નર્મદા કલેક્ટર આ મામલા મા અંગત રસ રાખવી લોકો ને સસ્તી ચીજ વસ્તુઓ મળી રહે વેપારીઓ ધંધો કરી રોજગારી મેળવતાં થાય એવી લોકમાંગ ઉઠવા પામી છે.

હાલ કોરોનાની મહામારી ફેલાઈ છે જેથી આવા બજારો સોશીયલ ડિસટનસીંગ જાળવતા ન હોય એ પણ એટલું જ સત્ય છે પરંતુ જયાંરે પરિસ્થિતિ સામાન્ય થાય ત્યારે અત્યારથી જ આ શનિવારી બજારનુ આયોજન કઇ રીતે કરવુ કયાં શનિવારી બજાર ભરવું કયો સથળ વધુ યોગ્ય છે તેનુ પરામર્શ થાય એ ઇચ્છનીય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here