કાલોલ કુમાર શાળા ખાતે સી.આર.સી કક્ષા વાર્તાકથન અને વાર્તા લેખન સ્પર્ધાનું આયોજન

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

આજરોજ કાલોલ કુમાર શાળા ખાતે સી.આર.સી કક્ષા વાર્તાકથન અને વાર્તા લેખન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કાલોલ કુમાર ક્લસ્ટર કક્ષાની આઠ શાળાઓમાંથી ધોરણ ૧-૨, ધોરણ ૩-૫ અને ધોરણ ૬-૮ ના કુલ ૨૦ બાળકોએ ભાગ લીધો આ બાળકોમાંથી ફાઉન્ડેશનલ સ્ટેજ વાર્તાકથન ( ધોરણ ૧-૨) માંથી કાતોલ્ પ્રાથમિક શાળાની ધો ર ની વિદ્યાર્થિની ભરવાડ પ્રિયાબેન પ્રથમ ક્રમે,પ્રિપેરેર્ટ્રી સ્ટેજ વાર્તાકથન(૩ થી ૫)માં ઉર્દુ શાળા ધોરણ ૫ ની વિદ્યાર્થિની કંજરીયા ફાતેમા પ્રથમ ક્રમે અને મિડલ સ્ટેજ(૬થી ૮)માં વાર્તા લેખન મા કાલોલ કુમાર શાળા નો વિદ્યાર્થી ઘાંચી સઅદ પ્રથમ ક્રમે આવી શાળા અને કાલોલ કુમાર શાળાનું ક્લસ્ટર કક્ષાએ નામ રોશન કર્યું હતું. તેઓ તાલુકા કક્ષાએ આગળ ભાગ લેવા જશે તે બદલ બી.આર.સી કો દિનેશભાઈ પરમાર,CRC CO નરેન્દ્રભાઇ પરમાર કાલોલ કુમાર શાળા ના આચાર્ય રાકેશ ઠાકર અને અન્ય શાળાના આચાર્ય અને માર્ગદર્શક શિક્ષક દ્વારા અભિનંદન પાઠવી સાથે બાળકોને પ્રોત્સાહક ઇનામો આપી બિરદાવ્યા હતાં

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here