રાજપીપળામાં કોરોનાનો કહેર વધતાં સ્વૈચ્છિકપણે લોકડાઉનની માંગ સાથે મહિલાઓએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યુ

બજારો બેરોકટોક ચાલુ હોય કોરોનાની સાંકળ તુટેલી મુશ્કેલ હોય લોકડાઉનની પ્રક્રિયા જરુરી

સોશીયલ મિડીયામાં નગરજનો પણ કરી રહ્યા છે રાજપીપળામાં પુનઃ લોકડાઉનની માંગ

શુ જીલ્લા વહીવટી તંત્ર આ મામલે પરવાનગી આપશે ખરુ ?

રાજપીપળા(નર્મદા)
આશિક પઠાણ

નર્મદા જિલ્લામાં કોરોના પોઝિટિવના દર્દીઑની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે, જીલ્લાના વડુંમથક રાજપીપળા ખાતેથી કોરોના પોઝિટિવ કેસો મોટા પ્રમાણમાં બહાર આવી રહયા છે, નર્મદા જિલ્લા સહિત રાજપીપળા નગરમાં કેટલાંય લોકો મોતને ભેટ ચઢયા છે, નગરના બજારોમાં લોકો જાગૃતિના અભાવે કહો કે નિષ્કાળજી એ સોશીયલ ડિસ્ટનસિંગના ધજાગરા ઉડાવતાં નજરે પડી રહયા છે, જેથી કોરોના સંક્રમણ વધવાની શક્યતાઓ પ્રબળ બની રહીં છે, જેથી એકમાંત્ર ઉપાય લોકડાઉનનો હોય આજરોજ નગરની ચિંતા ધરાવતા મહિલાઓએ નર્મદા કલેક્ટર સહિત એસ.ડી.એમ. ને આવેદનપત્ર આપ્યુ હતુ અને રાજપીપળા નગરવાસીઓને કોરોનાથી બચાવવા લોકડાઉનની માંગ કરી હતી.

રાજપીપળામાં કોરોનાનો કહેર વધતાં સ્વૈચ્છિકપણે લોકડાઉનની માંગ સાથે મહિલાઓએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યુ તેની તસ્વીર

રાજપીપળામાં માત્ર 40 હજારથી પણ ઓછી વસ્તી છે કોરોનાની મહામારીને આયોજનપૂર્વક કંન્ટ્રોલમાં લાવી શકાય છે, એ માટે જરૂરી છે લોકડાઉન. નગરમાં કુદકે ને ભૂસકે કોરોના પોઝિટિવ કેસો વધતા, કેટલાક લોકો મોતને પણ ભેટયા છે ત્યારે લોકોમાં કોરોનાનો ભય ફેલાયો છે. સોશીયલ મિડીયામાં રાજપીપળા નગરને લોકડાઉન કરવાની ચર્ચા જોરદાર રીતના ચાલે છે, પરંતુ વહીવટી તંત્રની મંજુરી વિના એ શક્ય જ નથી જે જાણીને ચર્ચાઓ કરવી તેને બદલે કાર્યને એકશનમાં મુકવા સાથે નગરની મહિલાઓ સલમાબેન શેખ, નીતાબેન ખોવાઇ, સલમાબેન કાઝીનાઓ સહિત અંકુરભાઈએ આજરોજ નર્મદા કલેક્ટરને આવેદનપત્ર આપ્યુ હતુ જેમાં જણાવ્યાનુસાર રાજપીપળા નગરની પરિસ્થિતિનો ચિતાર રજુ કરી લોકડાઉનના અમલને મહામારીને અંકુશમાં લાવવા જરૂરી ગણાવ્યું હતું.

મહિલાઓએ પોતે નગરમાં ફરીને વેપારીઓનો સંપર્ક કરી નગરના હિત માટે લોકડાઉન કરવા તેઓને સમજાવ્યા પણ હોવાનું જણાવ્યું હતું જેમાં કેટલાય વેપારી લોકડાઉન માટે રાજી હોવાનું ઉલ્લેખ પણ આવેદનપત્રમાં ઉલ્લેખ કરાયેલ છે. રાજપીપળા કોરોના હોસ્પિટલમાંથી દર્દીઓને ભરુચ વડોદરા તરફ વધુ સારવાર માટે જવુ પડે છે ત્યારે લોકડાઉન જ એકમાત્ર ઉપાય હોય નર્મદા જિલ્લા કલેક્ટર પાસે મહિલાઓએ સંપૂર્ણ લોકડાઉન કરાવવાની માગણી કરી છે.

હવે જોવાનું રહયુ જયાંરે સોશીયલ મિડીયામાં પણ લોકડાઉનની માંગ થઇ રહી છે નગરજનોની ચિંતા ધરાવતા મહિલાઓએ આવેદનપત્ર પણ આપ્યુ છે ત્યારે જીલ્લા વહીવટી તંત્ર આ મામલે શુ નિર્ણય લે છે.

શુ રાજપીપળા નગરમાં ફરીવાર લોકડાઉન થશે ? લોકડાઉન કરવો જોઈએ ? આ મુદ્દા ઓ હાલ નગરજનોમાં ભારે ચર્ચાસ્પદ બનેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here