છેલ્લા ૨૮ દિવસોમાં કોઈ કોરોના પોઝિટિવ કેસો ન મળતા જિલ્લાના વધુ કેટલાક વિસ્તારોને ક્લસ્ટરમુક્ત જાહેર કરાયા

ગોધરા નગરપાલિકાના કુરેશીમહોલ્લા કાલોલના સર્વોદય સોસાયટી સહિતનાવિસ્તારો નિયંત્રણમુક્ત જાહેર કરાયા

ગોધરા(પંચમહાલ)

અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી મહેન્દ્ર એલ. નલવાયા (જી.એ.એસ.) દ્વારા ધ ગુજરાત એપિડેમિક ડિસીઝ કોવિડ-૧૯ રેગ્યુલેશન્સ, ૨૦૨૦ની કલમ-૧૧ તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ, ૨૦૦૫ની કલમ-૩૦ અને ૩૪ હેઠળ મળેલા અધિકારની રૂએ જિલ્લાના ક્લસ્ટર કન્ટેઈન્મેન્ટ એરિયા તરીકે જાહેર કરેલ વિસ્તારો પૈકી વધુ કેટલાક વિસ્તારોને ક્લસ્ટરમુક્ત જાહેર કરતો હુકમ કરવામાં આવ્યો છે. મુક્ત કરાયેલ વિસ્તારોમાં ગોધરા નગરપાલિકાના ખાટકીવાડના કુરેશી મહોલ્લા, કાલોલ નગરપાલિકાના સર્વોદય સોસાયટી, હાલોલ નગરપાલિકાના જયંતિપાર્ક અને કિશોરનગર વિસ્તારોનો સમાવેશ થાય છે.

કુરેશી મહોલ્લામાં ૨૮મી જૂનના રોજ,સર્વોદય સોસાયટીમાં ૨૯મી જુનના રોજ અને હાલોલ નગરપાલિકાના જયંતિપાર્ક અને કિશોરનગર વિસ્તારોમાં ૨૦મી જૂનના રોજ છેલ્લો કોરોના પોઝિટિવ કેસ મળી આવ્યો હતો. આ વિસ્તારોના ૪૩ ઘરોના કુલ ૧૩૨ લોકો આ સાથે ક્લસ્ટર ક્વોરેન્ટાઈના નિયંત્રણમુક્ત થયા છે.

જિલ્લામાં હાલની સ્થિતિએ કુલ ૨૫૫ વિસ્તારો સંક્રમણના કેસો મળવાના પગલે કોરોના પ્રભાવિત વિસ્તારો તરીકે નિયંત્રણ હેઠળ મૂકવામાં આવ્યા છે, જે પૈકી કુલ ૧૦૦ વિસ્તારોને છેલ્લા ૨૮ દિવસમાં સંક્રમણનો કોઈ કેસ ન મળવાના પરિણામે ક્લસ્ટરમુકત જાહેર કરી દેવાયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here