નર્મદા જિલ્લામાં રોજ બરોજ વિદેશી દારૂના વેપલા સાથે ઝડપાતાં યુવાનો…

રાજપીપલા,(નર્મદા)
આશિક પઠાણ

યુવાનો માટે દારૂનો વેપલો રૂપિયા કમાવવા માટેનો શોર્ટકટ સમાજ માટે ચિંતાનો વિષય

રાજપીપળા પાસેના શહેરાવના બે યુવાનો વિદેશી દારૂનો જથ્થો કારમા લઇને આવતા અક્તેશ્વર પુલ ઉપરથી ફિલ્મી ઢબે ઝડપાયા

પોલીસે 60 હજારના ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે રૂ. 1.92 લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો

નર્મદા જિલ્લામા દિવસે-દિવસે દારૂનો વેપલો અને દુષણ વધતો જઇ રહ્યો છે, નર્મદા પોલીસ હાલ સજાગતા દાખવી જીલ્લાના લગભગ તાલુકાઓમાથી દારૂનો જથ્થો ઝડપી રહીં છે, મોટા ભાગે યુવાનો જ દારૂની હેરાફેરીમાં સંકળાયેલા જોવા મળી રહ્યા છે, જે ચિંતા નો વિષય છે.

જિલ્લામાં દારૂના દુષણ નેડામવા માટે તમામ પોલીસ મથકના અધિકારી ઓને જિલ્લા પોલીસ અધિક્ષક હિમકરસિહ દ્વારા કડક સુચના અને નાયબ પોલીસ વડા રાજેશ પરમાર તરફથી માર્ગદર્શન અપાઈ રહયું છે, બાતમીદારોનુ નેટવર્ક પોલીસે સક્રિય બનાવેલ છે. જેના લીધે આજરોજ ગરૂડેશ્વર પોલીસને કાર મારફતે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં સફળતા મળી છે.

ગરૂડેશ્વર પોલિસને બાતમી મળેલ કે એક કારમા વિદેશી દારૂનો જથ્થો લઇને બે યુવાનો આવી રહયા છે જેથી પોતાની વોચ કડક બનાવી હતી.

પોલીસને મળેલ બાતમી મુજબ ઇન્ડિકા વિસટા કાર નંબર GJ 22 H 5896 આવતા અક્તેશ્વર પુલ ઉપરથી કારને ફિલ્મી ઢબે પોલીસે ઝડપી હતી અને રૂપિયા 60 હજારના પરપ્રાંતિય દારૂ સાથે રાજેન્દ્રસિંહ નરેન્દ્રસિંહ રાઠોડ અને ભપેન્દ્રસિંહ સુરેન્દ્રસિંહ રાઠોડ નામના બે ઈસમો બન્ને રહેવાસી શહેરાવ તાલુકા નાંદોદને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સમગ્ર ઓપરેશનમા ગરૂડેશ્વર પોલીસ મથકના પી.એસ.આઈ એ.એસ.વસાવા પોતાના સાથે એ.એસ.આઈ વીજય ભાઈ.તથા શાંતિલાલભાઈ તથા અન્ય સ્ટાફ જોડાયું હતુ.

કારમાંથી વગર પરમીટનો પરપ્રતિય માઉન્ટ 6000 સુપર સ્ટ્રોંગ બિયર લખેલો 500 એમ એલનો 120 નંગ કિમત 12000 અને ગોવા વિસકીના 180 એમ એલના કુલ 480 નંગ કિંમત 48000 મળી કુલ 60000 હજારનો દારૂ સાથે ઇન્ડિકા વિસ્ટા કાર બે મોબાઇલ અને અંગજડતી કરતા 19000 રોકડા મળી કુલ રૂપિયા 1.92 લાખનો મુદ્દા માલ કબજે કરીને બન્ને આરોપીઓ વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને બન્ને આરોપીઓને કોરોના ટેસ્ટ માટે ગરૂડેશ્વર આરોગ્ય કેદ્ર પર મોકલી આપવામાં આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here