વિશ્વ સિકલસેલ દિવસ નિમિત્તે રાજપીપળા ખાતે આરોગ્ય વિભાગ દ્વારા મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

પેંશનર્શ મંડળ સિનિયર સિટીઝન રાજપીપળા અને જીલ્લા આરોગ્ય વિભાગ ના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા મેડિકલ ચેકઅપ કેમ્પ મા સેંકડો લોકો એ ચેકઅપ કરાવ્યું

રાજપીપળા ની જુની સિવિલ હોસ્પિટલ ખાતે સિકલ સેલ રિસોર્શ સેન્ટર શરૂ કરવામાં આવશે

સમગ્ર વિશ્વ મા તા.19 જૂન ના રોજ વિશ્વ સિકલ સેલ દિવસ ની ઉજવણી કરવામાં આવે છે જેમા આ જીવલેણ અને વારસાગત બીમારી સામે લડવા માટે લોકો ને જાગૃત કરવા માટે ના પ્રયાસો સમગ્ર વિશ્વ સમુદાય દ્વારા કરવામાં આવે છે જેના ભાગરૂપે નર્મદા જીલ્લા ના રાજપીપળા ખાતે પણ આજરોજ લોકો માં જાગૃતિ લાવવા માટે રાજપીપળા જુની સિવિલ હોસ્પિટલ માં એક આરોગ્ય ચેકઅપ શિબીર નું આયોજન કરવામાં આવ્યું હતું.

નર્મદા જિલ્લા પંચાયત આરોગ્ય શાખા અને રાજપીપલા વિભાગ પેન્શનર્સ મંડળ અને રાજપીપલા નગર સિનિયર સિટીજન મંડળ ના સંયુક્ત ઉપક્રમે આજ રોજ અર્બન હેલ્થ સેન્ટર સહ પોલિક્લિનિક જૂની સિવિલ હોસ્પિટલ રાજપીપળા ખાતે મફત આરોગ્ય શિબિર માં હૃદય રોગ તથા ડાયાબિટીસ, હાડકા ના રોગો, આંખ કાન ગળા ના રોગો, સાંભળવાના બોલવાના રોગો, સ્ત્રી રોગ, દાંત ના રોગો તેમજ સિકલસેલ રોગ ના દર્દી ઓ લેબોરેટરી ટેસ્ટ કરી ને નિષ્ણાંત અનુભવી ડોક્ટર્સ દ્વારા મફત તપાસી, રોગ નું નિદાન થકી સારવાર – દવાઓ આપી હતી. ખુબ બહોળી સંખ્યા માં દર્દી ઓ એ આ કેમ્પ નો લાભ લીધો હતો.

નર્મદા જિલ્લા ના જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ ના માર્ગદર્શન અને આરોગ્ય શાખા ના વડા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ના પ્રયત્નો થકી અર્બન હેલ્થ સેન્ટર સહ પોલિકલિનિક ખાતે સિકલસેલ રિસોર્સ સેન્ટર શરુ કરવામાં આવનાર છે વધુ માં જીલ્લા ના તમામ પ્રા.આ. કેન્દ્ર/સા.આ.કેન્દ્ર, એસ. ડી. એચ તેમજ ખાનગી હોસ્પિટલો ખાતે નવજાત સિકલસેલ પરિક્ષણ માટે તાલીમ આપી ટેસ્ટ ની વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવનાર છે, હાલ માં HPLC ટેસ્ટ જે ફક્ત સિવિલ હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ હતો તે હવે થી નર્મદા જિલ્લા ખાતે અર્બન હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર સહ પોલિક્લિનિક જૂની સિવિલ અને સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ ડેડીયાપાડા ખાતે ઉપલબ્ધ કરવામાં આવશે. આ કેમ્પ માં રાજપીપલા વિભાગ પેન્શનર્સ મંડળ અને રાજપીપલા નગર સિનિયર સિટીજન મંડળ ના પ્રમુખ તથા મંડળ ના કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here