રાજકોટ જિલ્લા સમાહર્તા દ્વારા લેવાયો મહત્વનો નિર્ણય….

રાજકોટ,

પ્રતિનિધિ :- વિનુ ખેરાળીયા

પ્રવર્તમાન સમયમા કોરોના વાયરસની મહામારીએ કાળો કહેર વરસાવ્યો છે વિશ્વના ખ્યાતનામ એવા ચીન,ઇટલી, ફ્રાંસ અને અમેરિકા જેવા દેશોની દશા દુર્દશા બની ગઈ છે ભારતમા પણ ૫૦ હજારથી વધુ દર્દીઓ કોરોના મહામારીનાં ભરડામાં આવી ગયા છે ત્યારે ગુજરાતમાં પણ દિન પ્રતિદિન કોરોના સંક્રમીતોની સંખ્યામાં વધારો નોંધાઈ રહ્યો છે. હાલ ગુજરાત સહીત રાજકોટમાં કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે. તેને ધ્યાનમાં લઈને રાજકોટ કલેકટર રેમ્યા મોહન દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. કલેક્ટરના આદેશ પ્રમાણે રાજકોટથી અમદાવાદ જવા અને અમદાવાદ થી રાજકોટ આવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.આ દરમિયાન માત્ર મેડિકલ સેવાને છુટ આપવામાં આવી છે.એટલે કે એમ્બ્યુલન્સને ચાલવાની છુટ આપવામાં આવી છે.જ્યારે રાજકોટથી સુરત આવવા જવા અંગે આજ સાંજ સુધીમાં નિર્ણય લેવામાં આવશે.

જ્યારે સૌરાષ્ટ્રમાં જતા વાહનો પસાર થઈ શકશે,તેમજ કલેકટર તરફથી જે નિર્ણય લેવામાં આવ્યો તે મુજબ ફક્ત રાજકોટમાં કોઈના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.અને સુરત તેમજ અન્ય જિલ્લામાંથી મજૂરી સાથે પોતાના વતન જતા લોકોને રાજકોટમાંથી પસાર થવા દેવામાં આવશે.જ્યારે આ લોકો રાજકોટમાં રોકાઈ શકશે નહીં.અને આ અંગે કલેકટર તરફથી કોન્ફરન્સ કરીને વિગતવાર માહિતી આપવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here