રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પરના ત્રણેય ઓવરબ્રિજ બંધ કરાયા….

રાજકોટ,

પ્રતિનિધિ :- જયેશ માંડવિયા

ચેકીંગથી બચવા વાહન ચાલકો ઓવરબ્રીજનો ઉપયોગ કરતા હોવાનું ધ્યાને આવતા માધાપર ચોકડીથી ગોંડલ ચોકડી સુધીના ઓવર બ્રિજ બંધ

રાજકોટના 150 ફૂટ રિંગ રોડના ત્રણેય ઓવરબ્રિજ બંધ કરાયા છે ત્યારે શહેરના 150 ફૂટ રીંગ રોડ પર લોકડાઉનનો ભંગ કરનાર વાહન ચાલકો ગોંડલ ચોકડીથી માધાપર ચોકડી અને માધાપર ચોકડીથી ગોંડલ ચોકડી સુધી બેરોકટોક પહોંચી જતા તેમને અટકાવવા માટે 150 ફૂટ રીંગ રોડ પરના ત્રણેય બ્રીજ બંધ કરી દેવામાં આવ્યા છે. અને વાહન ચાલકોને બીઆરટીએસ રૂટ પરથી પસાર થવા ફરજ પાડવામાં આવી રહી છે.

શહેરના 150 ફૂટ રીંગ રોડ પર કેટલાક વાહન ચાલકો બ્રીજ પર વાહન હંકારી ગોંડલ ચોકડીથી સીધા માધાપર ચોકડી અને માધાપર ચોકડીથી સીધા ગોંડલ ચોકડી સુધી પહોંચી જતા હતા અને બ્રીજ ઉપરથી પસાર થવાના લીધે તે પોલીસના ચેકીંગથી છટકી જતા હતા.

આ બાબત ઘ્યાને આવતા ચેકીંગ સઘન કરવાના ભાગરૂપે 150 ફૂટ રીંગ રોડ પરના ત્રણેય ઓવરબ્રીજ બંધ કરી દેવામાં આવ્યા છે. ઓવરબ્રીજ બંધ કરી દેવાથી હવે વાહન ચાલકોને બીઆરટીએસ રૂટ પરથી ફરજીયાત પસાર થવાનું રહેશે જેથી અહીંથી પસાર થતા વાહન ચાલકોનું સઘન ચેકીંગ કરી શકાય.

ડીસીપી ઝોન-2 મનોહરસિંહ જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે, મેટોડા જીઆઇડીસીમાં ઔદ્યોગીક એકમો શરૂ થયા બાદ કેટલાક ઉદ્યોગકારો મંજૂરી ન હોવા છતાં પોતાના એકમ ચાલુ કરી દે છે. માટે તેમની સામે કાર્યવાહી કરવા મેટોડા જતા વાહનોને પણ પોલીસ દ્વારા ખાસ ચેક કરવામાં આવી રહ્યા છે. તેમજ ડીસીપીએ એવુ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે મંજૂરી વીના એકમો ચાલુ કરી દેનાર ઉદ્યોગકારો સામે પગલા લેવાશે અને તેના વાહન પણ ડીટેઇન કરાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here