નર્મદા જીલ્લા પંચાયતના ઉપપ્રમુખ કિરણ વસાવાની કારના કાંચ તોડી રુપિયા 3 લાખની ચોરી કરનાર ટોળકી ઝબ્બે

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

નર્મદા LCB પોલીસે સી સી ટી વી ફુટેજો છેક અંકલેશ્વર સુધી ના ખંગોળી આરોપીઓ ને ઝડપી પાડયા

અંકલેશ્વર મા સ્થાયી થયેલ ટોળકી ના 3 ચોરટા ઝડપાયા જયારે 4 ફરાર રુપિયા 59500 પોલીસે જપ્ત કર્યા

મુંબઈ , નંદુરબાર અને ઉજ્જૈન ના ઇસમોએ ટોળકી બનાવી ચોરીઓને અંજામ આપતી

પોલીસે ઝડપેલા આરોપીઓ એ રાજપીપળા પોલીસ મથકમાં નોધાયેલ અન્ય બે ચોરી ના ગુના પણ કબુલયા

રાજપીપળા નગર ની જુની સબજેલ પાસે પાર્ક કરેલી નર્મદા જીલ્લા પંચાયત ના ઉપપ્રમુખ કિરણ વસાવા ની સ્કોર્પિયો કાર ના કાંચ તોડી ચોરી કારમાંથી રોકડા રૂપિયા 3 લાખ ની ચોરી કરનારી ટોળકી ને નર્મદા જીલ્લા LCB પોલીસે અંકલેશ્વર થી ઝડપી પાડી હોવાનું જાણવા મળ્યું છે.

પોલીસ સુત્રો માથી મળતી માહિતી અનુસાર રાજપીપળા માથી કાર ના કાંચ તોડી ચોરી કરનાર ટોળકી ને ઝબ્બે કરવા માટે નર્મદા જીલ્લા LCB પોલીસ ના પી. આઇ. એ.એમ.પટેલ સહિત તેમના સ્ટાફ ના જવાનો ASI ભંગાભાઇ ગોવિંદભાઇ , ભરતભાઈ સુરાભાઇ , રાકેશભાઈ કેદારનાથ પાંડે , લક્ષમણ રગનાથ તથા એલ.સી.ના અન્ય જવાનો તા 4 થી ના રોજ સ્કોર્પિયો કાર ના કાંચ તોડી ચોરી થઇ ત્યારથી જ ચોરી નો ભેદ ઉકેલવાની દિશા મા પોતાની કાર્યવાહી હાથ ધરી હતી , રાજપીપળા સહિત રાજપારડી તેમજ અંકલેશ્વર તરફ ના સી સી ટી વી ફુટેજો ખંગોળી પોતાના બાતમીદારો મારફતે ચોરી કરનાર ટોળકી ના ઇસમો ની ઓળખ કરી હતી. 20 થી વધુ સી.સીટીવી ના ફુટેજો ખંગોળતા આ ટોળકી અંકલેશ્વર ની હોવાનું જાણવા મળ્યું હતું. આરોપીઓ અંકલેશ્વર ના મીરાનગર ના હોવાનું જણાઇ આવતા (1) સંજય રાજુ નાયડુ રહે. કલ્યાણ , મુંબઈ (2) અરવિંદ સિનડીલ નાયડુ રહે. નવાપુરા જી. નંદુરબાર મહારાષ્ટ્ર મુળ રહે. ઉજ્જૈન એમ.પી. ( 3) સૂર્યપ્રકાશ રમેશ નાયડુ હાલ રહે.ઉધના રેલ્વે સ્ટેશન , સુરત મુળ રહે. બાકીપાડા , નંદુરબાર નાઓને ઝડપી પાડયા હતા.

નર્મદા જીલ્લા LCB પોલીસે ઝડપેલા આરોપીઓ ની પુછપરછ કરતા તેઓએ રાજપીપળા મા કાર ના કાંચ તોડી ચોરી કરી હોવાનું કબુલ્યું હતુ, વધુ પુછપરછ મા અંકલેશ્વર મીરાનગર ખાતે રહેતા અન્ય ચાર આરોપીઓ ના નામ પણ ખુલ્યા હતા જેમા (1) રમેશ મણીલાલ નાયડુ (2) આકાશ રાજુ નાયડુ (3) વિક્રમ મારથથુ નાયડુ અને (4) રમેશ નાયડુ નાઓ પણ ચોરી મા સામેલ હોવાનું બહાર આવ્યું હતું. આ ચારેય આરોપી પોલીસે તેમને ઝડપવાનુ સોગઠુ ગોઠવ્યા નુ જાણી ફરાર થઈ ગયા હતા.

નર્મદા LCB પોલીસે ઝડપેલા આરોપીઓ પાસે થી રુપિયા 59500 રોકડા રીકવર કર્યા હતા, ઝડપાયેલા આ આરોપીઓ એ અગાઉ પણ રાજપીપળા પોલીસ મથકમાં નોધાયેલ અન્ય બેરીઓ પણ પોતે કરી હોવાનું કબુલ્યું હતુ.અને આ ટોળકી ગુજરાત, મહારાષ્ટ્ર સહિત મધ્યપ્રદેશ ના સુરત , વડોદરા , આણંદ , અંકલેશ્વર, ભરુચ , મુંબઈ , સંતના , ઉજ્જૈન સહિત ના અન્ય શહેરમાં રેલ્વે સ્ટેશન બસ સ્ટેશન ઉપર ખિસ્સા કાપવાના તથા ચીલઝડપ કરવાનાં અનેક ગુનાઓમાં પણ સંડોવાયેલ હોવાનું પોલીસે જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here