રાંદેર પોલીસ પોતાના વિસ્તારમાં ચાલતા નશાના કરોબારથી અજાણ છે કે પછી એને રોકવામાં કોઈપણ પ્રકારનો રસ નથી..!!?

સુરત, દિપ મહેતા :-

થોડા સમય અગાઉ અમદાવાદ જિલ્લામાં બનેલ માનવ ભક્ષી લઠ્ઠાકાંડના ધોજારા બનાવે દેશભરમાં હાહાકાર મચાવી ગાંધીના ગુજરાતને બદનામ કરવાનું શરમ જનક કામ કર્યું હતું. ત્યારે રાજ્યમાં કાયદાના સંચાલકોએ ઠેર ઠેર દેશી વિદેશી દારૂના ચાલતા અવેધ ધંધાઓ પર અંકુશ મેળવવા અભિયાન ચલાવ્યું હતું અને અનેક દારૂની હાઠડીઓ પર બૂમ બોલાવી હતી..

પરંતુ હાલમાં ફરીથી રાજ્યમાં દારૂનો કાળો કારોબાર કરનારા બુલેગરો સક્રિય બની ગયા છે, અને કોઈની પણ બીક વગર ખુલ્લેઆમ દેશી વિદેશી દારૂનું વેચાણ કરી રહ્યા છે.. જેમાં સુરત શહેરનું રાંદેર વિસ્તાર અગ્રેસર હોવાની લોક ચર્ચાઓ ચાલી રહી છે. રાંદેર પોલીસ મથકની હદમાં ઠેરઠેર દેશી તથા ઇંગ્લિશ દારુની હાટડીઓ ધમધમી દેખાય રહી છે ?
રાંદેર પોલીસ મથકના કહેવાતા વહીવટદાર દ્વારા મહિને લાખોના હપ્તા લઈ રાંદેર વિસ્તારમાં નશાનો મસમોટા કારોબાર શરૂ કર્યા હોવાની લોકચર્ચા એ હાલ જોર પકડ્યો છે ?
રાંદેર વિસ્તારમાં દારૂ સાથે ગાંજો પણ મળી રહે છે ?
શા માટે રાંદેર પોલીસ મથકના પી.આઈ શ્રી દ્વારા આવા નશાના કરોબાર પર રોક નથી લાગવી રહ્યા ?
શા માટે ઉચ્ચ શાખાઓ તથા ઉચ્ચ અધિકારીઓ પણ આંખ આડા કાન કરી રહ્યા છે..?
શું રાંદેર વિસ્તારમાં લઠ્ઠાકાંડ સર્જાયા પછી અધિકારીઓની આંખ ખુલશે ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here