યુવા ઉત્સવ 2023 કાર્યક્રમનું આયોજન અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે કરાયુ

મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-

ભારત સરકારના યુવા કાર્ય અને ખેલ મંત્રાલયની માર્ગદર્શિકા અનુસાર અરવલ્લી જિલ્લાના યુવાનોનો કૌશલ્ય વધારવા અને તેમની વિવિધ કલાશુઝને જિલ્લા કક્ષાએ બહાર લાવી રાજ્ય તથા રાષ્ટ્રીય કક્ષાએ તેમની કલાકૌશલ્યને પ્રસ્તુત કરવાનો અભિગમ

ભારત સરકારના યુવા કાર્ય અને ખેલ મંત્રાલયની માર્ગદર્શિકા અનુસાર અરવલ્લી જિલ્લાના યુવાનોનો કૌશલ્ય વધારવા અને તેમની વિવિધ કલાશુઝને જિલ્લા કક્ષાએ બહાર લાવી રાજ્ય તથા રાષ્ટ્રીય કક્ષાએ તેમની કલાકૌશલ્યને પ્રસ્તુત કરાવી પ્રસિદ્ધિ અપાવી તેમનો સર્વાંગી વિકાસ થાય તે હેતુથી યુવા ઉત્સવ 2023 કાર્યક્રમનું આયોજન અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે કરાયુ.

ભારત સરકારના યુવા બાબતોઅને રમત-ગમત મંત્રાલય હેઠળ કાર્યરત નેહરૂ યુવા કેન્દ્ર હિંમતનગર દ્વારા આઝાદીના અમૃત મહોત્સવના ભાગ રૂપે શ્રી એચ.એસ.શાહ કોલેજ ઓફ કોમર્સ, મોડાસા ખાતે અરવલ્લી જીલ્લાના યુવા ઉત્સવ-૨૦૨૩ કાર્યક્રમનું આયોજન નૈહરૂ યુવા કેન્દ્ર હિંમતનગરના જીલ્લા યુવા અધિકારીશ્રી પ્રિતેશ કુમાર ઝવેરીના નેતૃત્વમાં કરવામાં આવ્યુ. જેમાં યુવા સહભાગીઓ દ્વારા ચિત્રકલા, કાળ લેખન, મોબાઈલ ફોટોગ્રાફી, ભાષણ પ્રતિયોગિતા અને સાંસ્કૃતિક લોક નૃત્યકાર્યક્રમ જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું.

ઉલ્લેખનીય છે કે, જીલ્લા કક્ષાના વિજેતાઓને રાજય કક્ષાએ ભાગ લેવાનો અવસર પ્રાપ્ત થશે. નેહરૂ યુવા હિંમતનગર દ્વારા ચિત્રકલા, મોબાઇલ ફોટોગ્રાફી, કવિતા લેખનના પ્રથમ, દ્વિતીય અને તૃતિય વિજેતાઓને અનુપ્રમે રૂા. ૧૦૦૦, ૭૫૦ અને ૫૦૦ નો ભાષણ પ્રતિયોગિતાના પ્રથમ દ્વિતિય અને તૃતીય વિજેતાઓને અનુક્રમે રૂ।. ૫૦૦૦, ૨૦૦૦, અને ૧૦૦૦ તેમજ સાંસ્કૃતિ લોક નૃત્ય કાર્યક્રમના વિજેતાઓને અનુક્રમે રૂ. ૫૦૦૦, રૂ।. ૨૫૦૦, અને રૂ.૧૨૫૦નું રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યું.

કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે બાયડના ધારાસભ્ય માનનીયશ્રી ધવલસિંહ ઝાલા, અધ્યક્ષ તરીકે એમ.એલ.ગાંધી હાયર એજયુકેશનસોસાયટીના માનદ્ મંત્રીશ્રી સુભાષભાઇ શાહ, અતિથિ વિશેષ તરીકે મોડાસા નગરપાલિકાના પ્રમુખ શ્રીમતિ જલ્પાબેન ભાવસાર તથા વિષેશ મહેમાન તરીકે કોમર્સ કોલેજના પ્રિન્સિંપાલશ્રી મોહનભાઈ પટેલ, શ્રી એમ.એલ. ગાંધી હાયર એજ્યુકેશન સોસાયટી ના ઉપ પ્રમુખશ્રી મહેન્દ્રભાઇ શાહ, ડીગ્રી ફાર્મસી કોલેજના પ્રિન્સિપાલશ્રી એન.ડી. પટેલ તથા અન્ય આયોજકશ્રીઓના વરદ હસ્તે દિપ પ્રાગટય તેમજ વંદના દ્વારા કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો. શ્રી પ્રિતેશ કુમાર ઝવેરી, જીલ્લા યુવા અધિકારીએ યુવા ઉત્સવ કાર્યક્રમની રૂપરેખા અને વિવિધ સ્પર્ધાના નિયમો વિષે વિસ્તારથી સૌ સહભાગીઓને માહિતગાર કર્યા. ત્યારબાદ અરવલ્લી જીલ્લાના પસંદગી પામેલ યુવાનોએ ઉક્ત વિવિધ સ્પર્ધાઓમાં ઉત્સાહભેર ભાગ લઇ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

કાર્યક્રમ દરમ્યાન વિવિધ સ્પર્ધાઓના નિર્ણાયકગણ, અન્ય સંસ્થાના આચાર્યશ્રીઓ અને જીલ્લામાંથી મોટી
સંખ્યામાં પધારેલ યુવાનોએ ઉપસ્થિત રહી તેમના યોગદાન ઘડી કાર્યક્રમને યાદગાર બનાવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here