યુવાનો માટે ભારતીય સેનામાં જોડાવાની સુવર્ણ તક

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

તા. ૫ થી ૨૨ ઓગષ્ટ-૨૦૨૧ દરમ્યાન ગોધરા ખાતે લશ્કરી ભરતી મેળો યોજાશે

ભરતી મેળામાં ભાગ લેવા તા.૬ જૂન-૨૧ થી તા.૨૦ જુલાઇ-૨૧ દરમ્યાન ઓનલાઇન અરજી કરી શકાશેઃ અરજી કરેલ ઉમેદવારોને જ પ્રવેશ મળશે

ભારતીય લશ્કરમાં જોડાઇને દેશસેવાની સાથે ઉજ્જવળ કારકિર્દી બનાવવા ઇચ્છતા યુવાનો માટે ભારતીય સેનામાં જોડાવાની સુવર્ણ તક આવી છે. ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના ફક્ત પુરૂષ ઉમેદવારો માટે આગામી તા.૦૫/૦૮/૨૦૨૧ થી તા.૨૨/૦૮/૨૦૨૧ દરમ્યાન કનેલાવ સ્પોર્ટસ કોમ્પ્લેરક્ષ, ગોધરા, જિ. પંચમહાલ ખાતે લશ્કરી ભરતી મેળો યોજાશે. જેમાં સોલ્જર (જનરલ ડ્યુટી), સોલ્જર ટેકનિકલ, સોલ્જર ટેકનિકલ (એવિએશન/એમ્યુનિશન/એક્ઝામિનર), સોલ્જર નર્સિગ આસીસ્ટન્ટ/નર્સિગ આસીસ્ટન્ટ વેટેનરી (ધોરણ/૧૨ પાસ), સોલ્જર કલાર્ક/સ્ટોર કીપર ટેકનિકલ/ઇન્વેન્ટરી મેનેજમેન્ટ, સોલ્જર ટ્રેડસમેન (ધોરણ-૧૦ પાસ અને ધોરણ-૦૮ પાસ) જગ્યા માટે ભરતી કરવામાં આવશે. ૧૭.૫ થી ૨૩ વર્ષની વય ધરાવતા અને ધોરણ-૦૮ પાસ કે તેથી વધુ ઉંમર ધરાવતા ઉમેદવારોએ ભારતીય સેનાની વેબસાઇટ www.joinindianarmy.nic.in પર તા.૦૬/૦૬/૨૦૨૧ થી ૨૦/૦૭/૨૦૨૧ના સમયગાળા દરમ્યાન ઓનલાઇન અરજી કરી શકાશે અને અરજી કરેલ ઉમેદવારોને જ ભરતી મેળામાં પ્રવેશ મળશે. ભરતીમેળામાં ભાગ લેવા આવનાર ઉમેદવારોએ નોટિફિકેશનમાં આપેલ સુચનાઓનું પાલન કરવાનું રહેશે તેમજ જણાવેલ ડોક્યુમેન્ટ સાથે લઈ જવાના રહેશે. ભરતીમાં જતા પહેલાના ૭૨ કલાકનું સરકારી દવાખાનાનું કોવિડમુક્ત હોવા અંગેનું એપેન્ડિક્સ-ઇ મેળવીને ભરતીના દિવસે રજૂ કરવું ફરજીયાત છે. ઓનલાઈન અરજી કરેલ ઉમેદવારો તા. ૨૧.૦૭.૨૦૨૧ થી ૦૪.૦૮.૨૦૨૧ દરમિયાન પોતાના ઈમેઈલ આઇડી પરથી એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકશે. વધુ માહિતી માટે ભારતીય સેનાની વેબ સાઇટ www.joinindianarmy.nic.in અથવા જિલ્લા રોજગાર કચેરી-ગોધરા, ગ્રાઉન્ડ ફ્લોર, જિલ્લા સેવા સદન-૨, ગોધરા, પંચમહાલનો જાહેર રજા સિવાયના દિવસોમાં સવારે ૧૦.૩૦ થી ૬.૦૦ કલાક દરમિયાન (ફોન નમ્બર- ૦૨૬૭૨ ૨૪૧૪૦૫/૬૩૫૭૩૯૦૩૯૦) સંપર્ક કરવા રોજગાર અધિકારીશ્રીની અખબારી યાદીમાં જણાવાયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here