કોરોના વાયરસની ત્રીજી લહેરનો સામનો કરવા પંચમહાલ જિલ્લા વહીવટી તંત્રની પૂર્વતૈયારીઓ

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

ખાસ બાળકો માટે 200 પથારીઓ, 20 નિઓ નેટલ વેન્ટિલેટર્સની વ્યવસ્થા કરાશે

ત્રીજી લહેરમાં બાળકો વધુ સંક્રમિત થવાની શક્યતાને ધ્યાનમાં રાખી વ્યવસ્થાઓનું આયોજન

કોરોના વાયરસની બીજી લહેર સમાપ્ત થવાના આરે છે ત્યારે પંચમહાલ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અગમચેતી વાપરી ત્રીજી લહેરની સંભાવનાને ધ્યાનમાં રાખીને પૂર્વતૈયારીઓ હાથ ધરી છે. બીજી લહેરના અનુભવને આધારે તંત્ર સજ્જ બની ગયું છે. કોરોના વાયરસની ત્રીજી લહેરમાં બાળકો વધુ સંક્રમિત થવાની શક્યતા ધ્યાને રાખીને તંત્ર દ્વારા પૂર્વતૈયારીઓમાં બાળકો માટે ખાસ વ્યવસ્થાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરાએ આ અંગે વધુ માહિતી આપતા જણાવ્યું કે ત્રીજી લહેરનો સામનો કરવા માટે બાળકો માટે તાજપુરા કોવિડ હોસ્પિટલ ખાતે 100 અને ગોધરા સિવિલ હોસ્પટિલ ખાતે 100 એમ કુલ મળી 200 પથારીઓની વ્યવસ્થા કરવામાં આવશે. જે પૈકી 50 જેટલા બેડ ઓક્સિજન બેડ હશે તેમજ 20 નિઓનેટલ વેન્ટિલેટર્સ બેડ હશે. શ્રી અરોરાએ ઉમેર્યું કે નિષ્ણાંતો દ્વારા કોરોનાની ત્રીજી લહેરમાં બાળકો વધુ સંક્રમિત થાય તેવી સંભાવના દર્શાવવામાં આવી છે ત્યારે આ સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને વ્યવસ્થાનું આયોજન અને પૂર્વતૈયારીઓ કરવામાં આવ્યા છે. બાળકોમાં કોરોના મેનેજમેન્ટને લઈને પિડીયાટ્રીશ્યન્સ, પેરા મેડિકલ સ્ટાફ અને આરોગ્યકર્મીઓની તાલીમ હાથ ધરવામાં આવી છે. બાળકોની સ્થિતિને ધ્યાને રાખીને તેમના માટે જરૂરી દવાઓ પ્રવાહી સ્વરૂપની હોય છે. તેથી આવી દવાઓની ખરીદી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત, બાળકોના કોરોના વોર્ડ ચાઇલ્ડ ફ્રેન્ડલી બને એવા પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. થર્ડ વેવમાં ઓક્સિજનની ખપત વધે તો તે સંભાવનાને ધ્યાનમાં રાખીને વધુ 9 પીએસએ પ્લાન્ટ્સનું આયોજન કરવામાં આવ્યું છે, જે પૈકી 2 પ્લાન્ટ્સ-એક ગોઠડા ખાતે એક તાજપુરા ખાતે કાર્યરત થઈ ગયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here