યુપીના હાથરસમાં બનેલી શર્મશાર ઘટનાના વિરોધમાં તિલકવાડાં તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા તિલકવાડાં મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યો

તિલકવાડા,(નર્મદા)
વસીમ મેમણ

યુપીના હાથરસ માં બનેલી બળાત્કારની ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી મૂક્યો છે ત્યારે સમગ્ર દેશમાં રોષ ફાટી નીકળ્યો છે લોકો આરોપીઓને ફાંસીની સજા થાય તેવી માગણી કરી રહ્યા છે ઉપરાંત તંત્ર દ્વારા આરોપીઓને બચાવવાની તેમ જ પીડિતાના પરિવારને હેરાન કરવાની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે લોકોમાં ઉગ્ર રોષની લાગણી જોવા મળી રહી છે ત્યારે તિલકવાડાં તાલુકા કોંગ્રેસ સમિતિના કાર્યકર્તાઓ દ્વારા આ સર્મસાર ઘટનાનો વિરોધ નોંધાવી બળાત્કારીઓને ફાંસીની સજા મળે તેમજ પીડિતાના પરિવારને ન્યાય મળે તેવી માંગ કરી છે.

તિલકવાડાં તાલુકા કોંગ્રેસ સમિતિના કાર્યકર્તાઓ સાથે વધુમાં વાત કરતા તેમણે જણાવ્યું હતું કે યુપી ના હાથરસમાં જે ઘટના બની છે અને તેના પરિવારના લોકો ન્યાય માટે વલખા મારી રહ્યા છે એક દલિત સમાજની દીકરી પર અત્યાચાર થયો અને તેના આરોપીઓ ખુલ્લેઆમ ફરી રહ્યા છે તે ખૂબ શર્મ જનક વાત છે તિલકવાળા ખાતે તાલુકા કોંગ્રેસ સમિતિ યુપીમાં થયેલ શાર્મશાર બળાત્કારની ઘટનાને વખોડે છે અને તેનો સુત્રોચાર સાથે વિરોધ દર્શાવી ને બળાત્કારીઓને ફાંસીની સજા થાય અને પીડિતાના પરિવારને ન્યાય મળે તેવી માંગ કરી છે અને જો વહેલી તકે પીડિતાના પરિવારને ન્યાય નહિ મળે તો તિલકવાડા કોંગ્રેસ સમિતિ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી અને તિલકવાડાં મામલતદાર શ્રી પૂર્વેશ ડામોરને આવેદનપત્ર આપીને પીડિતાને ન્યાય અપાવાની માંગ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here