કાલોલના અલીન્દ્રા ગામ પાસે લોખંડની કંપનીનો વેસ્ટ ઠાલવતા જમીનને નુકસાન

કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા

કાલોલ તાલુકાના અલીન્દ્રા ગામ નજીક હોટલ ડીલાઈટ ના પાછળના ભાગમાં આવેલી ફળદ્રુપ જમીનમાં આસપાસની કંપનીઓ વાળા તેમના એજન્ટો મારફતે અથવા તો તેઓ પોતે દ્વારા કંપનીનો નકામો કચરો જે ઘન સ્વરૂપે ટ્રેક્ટરો માં અને ટ્રકમાં ભરીને જમીનોમાં ઠાલવવામાં આવે છે અને આ નકામો કચરો એક જગ્યાએ ભેગા થતા જાણે લોખંડનો ડુંગર બન્યો હોય તેઓ જણાય છે. વધુમાં વેસ્ટ કેમિકલ ની પ્લાસ્ટિક ની મોટી મોટી બેગો પણ આ જગ્યાએ જોવા મળે છે.મોટેભાગે સ્ટીલ કંપનીઓમાં ઓગાળાતું સ્ટીલ બાદ નકામો કચરો જે મોટે ભાગે લોખંડની રજકણો હોય છે અને આ રજકણો માનવ શરીર માટે અને પર્યાવરણ માટે ખૂબ જ નુકસાનકારક હોય છે વધુમાં જે જમીન ઉપર આ નકામો કચરો ઠાલવવામાં આવે છે તે જમીન અને તેની આસપાસની હજારો એકર જમીનને પણ આ કચરો બિનફળદ્રુપ બનાવી દે છે. જમીન પર પડેલ આ કચરો જમીન નું તાપમાન પણ વધારી દે છે. મોટે ભાગે અલીન્દ્રા અને મધવાસ ની આસપાસ ની કંપનીઓ પોતાનો કચરો યોગ્ય રીતે નિકાલ નહિ કરીને આડેધડ નિકાલ કરતા પર્યાવરણ ને મોટુ નુકશાન થાય છે ત્યારે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા આ પ્રદુષણ ઘટાડવા અને યોગ્ય નિકાલ કરાવવા કાર્યવાહી અનિવાર્ય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here