મોરવા ( હ ) પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુન્હામા નાસતા ફરતા વોન્ટેડ આરોપીને ઝડપી પાડતી પંચમહાલ જિલ્લા એલ.સી.બી. પોલીસ

મોરવા(હ),(પંચમહાલ) ઇમરાન પઠાણ :-

પોલીસ સુત્રો દ્વારા મળતી વિગતો મુજબ જે.એન.પરમાર એલ.સી.બી. ગોધરા નાઓએ નાસતા ફરતા વોન્ટેડ આરોપીઓની ધરપકડ કરવા માટે ખાનગી બાતમીદારો રોકી જરૂરી કાર્યવાહી કરતા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે.એન.પરમાર એલ.સી.બી. ગોધરા નાઓને ખાનગી બાતમીદાર દ્વારા ચોક્કસ બાતમી મળેલી કે , મોરવા ( હ ) પો.સ્ટે ગુ.ર.નં .૧૧૨૦૭૦૪૮૨૨૦૩૫૯ / ૨૦૨૨ પ્રોહી એકટ કલમ ૬૫ એ , ૬૫ ઇ , ૮૧,૯૮ ( ૨ ) , ૧૧૬ બી મુજબના ગુનાના કામે નાસતો ફરતો વોન્ટેડ આરોપી નરેન્દ્રભાઇ સુરસીંગભાઇ બારીયા રહે . મોજરી નિશાળ ફળીચુ તા . મોરવા ( હ ) નાનો હાલમાં તેના ઘરે હાજર છે તેવી મળેલ ચોક્કસ બાતમી આધારે શ્રી આઇ.એ.સિસોદીયા પોલીસ સબ ઇન્સપેક્ટર એલ.સી.બી. ગોધરા તથા એલ.સી.બી. સ્ટાફના માણસો મોજરી ગામે આરોપીના ઘરે જઇ તપાસ કરી આરોપીને પકડી પાડી હસ્તગત કરી આગળની કાર્યવાહી કરવા સારૂ મોરવા ( હ ) પોલીસ સ્ટેશનને સોપવામાં આવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here