મોરવા હડફ વિધાનસભા પેટાચૂંટણી માટે નોડલ અધિકારીઓની નિમણૂંક કરાઈ

મોરવા(હ) (પંચમહાલ) ઈશહાક રાંટા

125-મોરવા હડફ વિધાનસભા બેઠકની જાહેર થયેલી પેટાચૂંટણીને ધ્યાનમાં રાખીને ચૂંટણી પ્રક્રિયાની સરળતા અને અસરકારકતાને ધ્યાનમાં રાખીને નોડલ અધિકારીઓની નિમણૂંક કરવામાં આવી છે. જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેક્ટરશ્રી અમિત અરોરા દ્વારા થયેલ એક હુકમ અનુસાર જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રી એલ.બી.બાંભણિયાને મેન પાવર મેનેજમેન્ટ તેમજ લો એન્ડ ઓર્ડરના નોડલ ઓફિસર, સરકારી પોલિટેકનિક કોલેજ આચાર્ય ડો.જે.વી. ભોલંદાને ઈવીએમ અને વીવીપેટ મેનેજમેન્ટના નોડલ અધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડો. વી.એમ. પટેલને ટ્રેનિંગ મેનેજમેન્ટના નોડલ અધિકારી, કાર્યપાલક એન્જિનિઅર માર્ગ-મકાન વિભાગ (પંચાયત) શ્રી સી.એન. રાઠવા આદર્શ આચારસંહિતા અને કમ્પલેઈન્ટ મોનિટરિંગ સિસ્ટમના નોડલ અધિકારી, ઈન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.કે રાઠોડની ખર્ચ મોનિટરિંગના મુખ્ય નોડલ અધિકારી, કાર્યપાલક ઈજનેર માર્ગ-મકાન (સ્ટેટ) શ્રી એન.સી.ભટ્ટને નિરીક્ષકો માટેના નોડલ ઓફિસર, જિલ્લા આયોજન અધિકારીશ્રી આર.આર. ભાભોરને બેલેટ પેપર અને ડમી બેલેટના નોડલ અધિકારી, નાયબ માહિતી નિયામકશ્રી સુરેન્દ્ર બળેવિયાને મીડિયાના નોડલ અધિકારી, સ્વીપ એક્ટિવીટીના નોડલ અધિકારી તરીકે શ્રી બી.એસ.પંચાલ, દિવ્યાંગ મતદારો માટે નોડલ અધિકારીશ્રી જે.એચ.લખારા તેમજ આઈસીટી ઓફિસર શ્રી એમ.બી. નિનામાની સાઈબર સિક્યુરીટીના નોડલ અધિકારી તરીકે ફરજ સોંપવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here