મોરબીમાં સરકારી હોસ્પિટલ ખાતે મહિલા દિન નિમિત્તે મુસ્લિમ મહિલાના સેવા કાર્યને બિરદાવી સન્માનિત કરી મહિલા દિન ઉજવાયો

મોરબી, આરીફ દિવાન

8 માર્ચ એટલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ની ઉત્સાહભેર ઉજવણી સમગ્ર ગુજરાત સહિત દેશભરમાં કરવામાં આવી રહી છે ત્યારે ગત 8 માર્ચ ના રોજ મોરબી સરકારી હોસ્પિટલમાં હોસ્પિટલ ના અધ્યક્ષ ડોક્ટર દુધરેજીયા હસ્તે નેશનલ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ મોરબી.આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગર દ્વારા કોરોના મહામારીમાં બિન સવારથી માનવ સેવા કરતી મુસ્લિમ ગરીબ મહિલાને મહિલા દિવસ નિમિત્તે સિલ્ડ અર્પણ કરી સન્માનિત કરવામાં આવેલ છે જેમાં મુસ્લિમ મહિલા હસીના બેન લાડકા જેવો સતત મોરબી સરકારી હોસ્પિટલમાં નાતજાતના ભેદભાવ વગર સેવાનું કાર્ય કરીને સાચા સેવક તરીકેની ઓળખ પૂરી પાડે છે એ હસીના બેન લાડકા મહિલાનું કોરોના મહામારી અંતર્ગત સેવાકીય કાર્યો ને ધ્યાને રાખી મોરબી સરકારી હોસ્પિટલ ના અધ્યક્ષ ડોક્ટર દુધરેજીયા હસ્તે સન્માનિત કરવામાં આવેલ છે જે તસવીરમાં નજરે પડે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here