મોડાસા : મખદૂમ પ્રાયમરી સ્કૂલના વિદ્યાર્થીઓના અભ્યાસને ગણિતમય બનાવવાનો એક નાનકડો પ્રયાસ… ગણિતને ગમ્મત સાથે ભણાવતા મોહમ્મદ હુસેન ગેણા સાહેબ…

મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-

અમદાવાદના સરખેજ વિસ્તારમાં રહેતા લગભગ ૬૩ વર્ષીય મોહમ્મદ હુસેન ગેણા બાળકોને ગણિતનું સરળ જ્ઞાન મળે અને પોતાનો શોખ પણ જળવાઇ રહે તે માટે પઝલ અને મોડેલનું કલેક્શન કરવાનું કામ કરે છે. તેઓ કહે છે કે,વર્ષ ૨૦૧૮માં શિક્ષક તરીકે નિવૃત્ત થયા હતા. તેઓ ગણિત વિષયના શિક્ષક હતા અને ગણિત વિષય સાથેનો પ્રેમ વધારે હોવાથી નિવૃત્તિ પછી પણ બાળકોને ગણિત વિષયનું જ્ઞાન પીરસવાનું નક્કી કર્યું હતું. ગણિત વિષયને એક ભારરૂપ નહીં પણ એક સરળ રીતે લાંબા સમય સુધી યાદ રહે તે માટે બઝારમાં મળતા ગણિતના પઝલ,મોડ્યુલ્સનું કલેક્શન કરી તેનો લાભ મખદૂમ પ્રાયમરી સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આપ્યો હતો.સ્કૂલના ધો 8માં અભ્યાસ કરતા બાળકોને ગણિત વિષયમાં રસ રુચિ જળવાય તે માટે આ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું.

આજે મખદૂમ પ્રાયમરી સ્કૂલમાં મોહમ્મદ હુસેન ગેણા સાહેબ દ્વારા પોતાનો કિંમતી સમય આપી વિદ્યાર્થીઓને ગણિત વિષયને કંટાળાજનક નહિ પણ ગમ્મત સાથે શીખવી ઉમદા શિક્ષણ પદ્ધતિ શીખવી હતી.વર્કશોપમાં ધો 1 થી 5 શિક્ષણ સમિતિના ચેરમેન અ.લતીફભાઈ શેઠ ,આચાર્ય મ.શાહિદ દાદુ, સુપરવાઈઝર ઓવેશ મિર્ઝા સર તેમજ સ્કૂલના ગણિત વિષયના શિક્ષક ઝેડ.જી.શેખ,શિક્ષિકા સુઝાન બાયડિયા પણ હાજર રહ્યાં હતાં.મખદૂમ એજ્યુકેશન સોસાયટી તેમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here