માહિતી વિભાગ દ્વારા પ્રસિધ્ધ કરાયેલો ‘‘કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૨૧

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા છાત્રો અને રોજગાર ઇચ્છુકો માટે માત્ર રૂ. ૨૦ ની કિંમતે કારકિર્દીલક્ષી અમૂલ્ય જાણકારી ઉપલબ્ધ કરાવાઈ

વહેલા તે પહેલાના ધોરણે રૂ.૨૦/-ની કિંમતે જિલ્લા માહિતી કચેરી, ગોધરા ખાતેથી મળી શકશે

રાજયના માહિતી વિભાગ દ્વારા રાજયભરના રોજગાર ઇચ્છુકો માટે ‘‘કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૨૧’’ પ્રસિધ્ધ કરવામાં આવ્યો છે. પ્રાથમિક અભ્યાસ બાદ ઉચ્ચ અભ્યાસ અને કારકિર્દી ઘડતર અંગે યુવાઓ મૂંઝવણ અનુભવતા હોય છે. વિદ્યાર્થીઓને પોતાની રસરુચિ અને તેમના માટે રહેલી તકો અનુસાર એક ઉત્તમ કારકિર્દી ઘડવામાં મદદરૂપ થઈ તેમની મૂંઝવણ દૂર કરવાના પ્રયાસરૂપે માહિતી વિભાગ દ્વારા આ અનોખું પુસ્તક પ્રકાશિત કરવામાં આવે છે.
આ વિશેષાકમાં વિવિધ વિદ્યાશાખાઓમાં ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા તેજસ્વી વિદ્યાર્થીઓ અને રોજગાર મેળવવા ઇચ્છતા યુવાનો માટે રાજય સરકારે માત્ર રૂ. ૨૦ની કિંમતે કારકિર્દીલક્ષી અને અભ્યાસલક્ષી અમૂલ્ય જાણકારી ઉપલબ્ધ કરાવી છે. ગોધરા ખાતે જિલ્લા સેવા સદન કમ્પાઉન્ડમાં આવેલી જિલ્લા માહિતી કચેરી ખાતેથી આ અંક વહેલા તે પહેલાના ધોરણે રૂ.૨૦/-ની કિંમતે મળી શકશે. અંકો મર્યાદિત સંખ્યામાં ઉપલબ્ધ હોવાથી ઈચ્છુક મિત્રોને ઝડપથી પોતાની કોપી ખરીદી લેવા જણાવવામાં આવ્યું છે. તંત્રીશ્રી અશોક કાલરીયા, સહતંત્રીશ્રી અરવિંદ પટેલ અને કાર્યવાહક તંત્રીશ્રી પુલક ત્રિવેદી દ્વારા તૈયાર કરાયેલા આ અંકમાં ધો-૧૦ અને ૧૨ પછીના અભ્યાસક્રમો અને કારકિર્દીના વિકલ્પો, જાણીતા લેખકોના પ્રેરણાદાયી લેખો, જાણીતી કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓના કટ ઓફ લિસ્ટ, અગત્યની વેબસાઇટસ, સમયને અનુરૂપ અદ્યતન અભ્યાસક્રમો અને વ્યાવસાયિક કોર્સીઝ વગેરેની અદ્યતન માહિતી આ દળદાર અંકમાં પીરસવામાં આવી છે. સંબંધિત તમામને રેફરન્સ બુક તરીકે પણ આ અંક અગત્યનો પુરવાર થઇ શકે તેમ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here