માવસરી પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં.૧૧૧૯૫૦૩૦૨૧૦૧૭૫ ઇ પી કો કલમ ૩૯૫,૩૬૩,૩૬૬,૩૭૬(૩),૩૭૬(એન),૧૧૪ તથા પોક્સો કલમ ૪,૬ મુજબના કામેના રીમાન્ડ પરના તપાસ દરમ્યાન ભાગી ગયેલ આરોપીને પકડી પાડતી માવસરી પોલીસ તથા એલ.સી.બી. સ્ટાફ પાલનપુરની ટીમ

ડીસા,((બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-

ગત તા.૦૭/૧૦/૨૦૨૧ ના રોજ ઉપરોક્ત ગુના કામેનો આરોપી માવસરી પોલીસ સ્ટેશન ખાતે રીમાન્ડ પર હોઇ તે આરોપી સાથે પોતે જે જગ્યાએ છુપાયેલ હતા તે જગ્યાની તપાસણી કરવા માટે ગયેલ હતા દરમ્યાન રસ્તામાં લોખંડનો કડો આવતા સાથેના પો.કો. સદરે કડો ખોલવામાં માટે ગયેલ ત્યારે આરોપી ધકો મુકીને પોલીસ કબ્જમાંથી ભાગી ગયેલ અને બાજુની કાંટાની વાડ કુદીને ઉભા પાકમાં ભાગી ગયેલ બાદ તેનો પીછો કરતા ખેતરોમાં મોટો પાક ઉભેલ હોઇ તેનો લાભ લઇ આરોપી છુપાઇ જતા મળી આવેલ નહી જે બાબતે માવસરી પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં.૧૧૧૯૫૦૩૦૨૧૦૧૮૬ ઇ.પી.કો. ૨૨૪ મુજબ નો ગુનો દાખલ કરવામાં આવેલ હતો

સરહદી રેન્જ પોલીસ મહાનિરીક્ષક શ્રી જે.આર.મોથલીયા સાહેબ તથા બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી તરુણ દુગ્ગલ સાહેબનાઓ દ્વારા ગંભીર ગુનાના પોલીસ જાપ્તામાંથી છુટેલ આરોપીને તાત્કાલીક પકડવા માટે આપેલ સખત સુચના આધારે તથા મદદનીશ પોલીસ અધિક્ષકશ્રી પૂજા યાદવ સાહેબ થરાદ વિભાગ થરાદ તથા ઇન્ચાર્જ સર્કલ પો.ઇન્સ. શ્રી બી.વી.પટેલ સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ આરોપી ભાગેલ તે સમયથી જ માવસરી પોલીસ સ્ટાફ તથા જી.આર.ડી. તથા હો.ગા. સ્ટાફની ટીમો બનાવી તથા તમામ ટીમોને જરૂરી માર્ગદર્શન તથા સતત સંપર્ક રહી તમામ ટીમો નો વિશ્વાસમાં લઇ એક બીજાને સંપર્કમાં રહીને તથા પો.સ્ટે. વિસ્તારના તમામ માણસો તથા આગેવાનો નો સંપર્ક કરીને વિશ્વાસમાં લઇ તમામ પ્રકારે મદદમાં લઇ તથા તમામ આધુનીક ટેકનીકલ મીડીયા જેવાકે ડ્રોન કેમેરા,કોલ ડીટેઇલ,સી.સી.ટી.વી.,કેમેરા,વાહનો,વોટ્સએપ ગૃપ,સોસિયલ મીડીયાનો ઉપયોગ કરીને તથા પરંપરાગત પધ્ધતીઓ પોલીસ સ્ટાફના પગીઓ તથા સ્થાનીક પગીઓ તથા ખાનગી બાતમીદારો,વિસ્તારનો અનુભવ ધરાવતા માણસોનો અનુભવ ના આધારે તથા સ્થાનીક માણસોનો વિશ્વાસ જીતીને આરોપી ભાગ્યાથી આજદીન સુધી ૧૦૮ કલાક જેટલા સમય દરમ્યાન સતત પ્રત્નશીલ રહીને અને હીમત હાર્યા સિવાય તમામ મીત્રોની મહેનત ચાલુ રાખેલ દરમ્યાન પો.સબ.ઇન્સ. શ્રી એન.કે.પટેલનાઓને મળેલ બાતમી હકીકત આધારે સદરે આરોપી પોતાના જુના ઘરે આવેલ હોવાની હકીકત આધારે ઉપરોક્ત તમામ ટીમો નો મદદ લઇ બાતમી વાળી જગ્યા ચારે તરફથી ડ્રોન તથા ટીમોના માણસો દ્વારા કોર્ડન કરીને આરોપીની તપાસ હાથ ધરતા આરોપી ખુબજ ચાલક હોઇ સતત છુપતો રહેલ હોવા છતા ધણા કલાકોની મહેનત જહેમત બાદ આરોપી ગામડી કારેલી ગામની સીમમાં ઢુલાના ઝાડ પર છુપાઇ ને બેસેલ હતો તે નાસવા જતા પોલીસ સ્ટાફના મિત્રો દ્વારા તેનો નીડરતા થી પીછો કરીને પકડી પાડી આરોપી તથા પોલીસના મીત્રોને કોઇ પણ પ્રકારના નુકશાન સિવાય સહી સલામત આરોપીને પકડી લઇ આરોપી વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. 
               આરોપીઃ -મુકેશભાઇ શંકરભાઇ ઠાકોર(કોળી) રહે.ગામ.ગામડી(કારેલી) ઉ.વ.૨૨ તા.વાવ જી.બનાસકાંઠા

આ કામગીરીમાં માવસરી પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ. શ્રી એન.કે.પટેલ તથા માવસરી પોલીસ સ્ટાફ તથા એલ.સી.બી. સ્ટાફના અ.હે.કો. ભુરાજી નાગજીજી બ.નં.૧૬૭૨ તથા પો.કો. પ્રકાશભાઇ માવજીભાઇ બ.નં.૧૯૮૩ તથા પો.કો.અમરસિંહ ભુરાજી બ.નં.૧૩૫૦ તથા તથા જી.આર.ડી.ના સભ્યો તથા હો.ગા.ના સભ્યો તથા પોલીસ મીત્રો સતત મદદમાં રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here