ઔદ્યોગિક તાલીમ સંસ્થા, ગોધરામાં ચોથા તબક્કામાં પ્રવેશ કામગીરીનો કાર્યક્રમ જાહેર કરાયો,ઓનલાઇન ફોર્મ ભરવાનું શરૂ

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

ઔદ્યોગિક તાલીમ સંસ્થા ગોધરાના પ્રવેશ સત્ર ઓગસ્ટ -૨૦૨૧ માટે ચોથા તબક્કાની પ્રવેશ કાર્યવાહીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે, જે મુજબ તા.૧૧-૧૦-૨૦૨૧થી ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરવાનું શરુ થશે.તા.૨૬-૧૦-૨૦૨૧ સાંજના ૧૮:૦૦ કલાક સુધી પ્રવેશ ફોર્મ આઈ.ટી.આઈ.ખાતે રજીસ્ટ્રર્ડ કરી શકાશે. તા.૨૭-૧૦-૨૦૨૧ નાં રોજ સંસ્થા ખાતે મેરીટ લીસ્ટ પ્રસિદ્ધ થશે.આ ઉપરાંત તા.૨૮-૧૦-૨૦૨૧ થી ૩૦-૧૦-૨૦૨૧ સુધી સંસ્થા ખાતે રૂબરૂ મુલાકાત તેમજ પ્રવેશ આપવા અંગેની કાર્યવાહી હાથ ધરાશે તેમ સંસ્થાની યાદીમાં જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here