રાજપીપળા પાસેના ખામર ગામે લોકડાઉન દરમ્યાન બેરોકટોક પણે ચાલતી હોટલ સ્વાગતના સંચાલક ઉપર પોલીસ ફરિયાદ….

રાજપીપલા,(નર્મદા)
પ્રતિનિધિ :- આશિક પઠાણ

લોકડાઉન દરમ્યાન હોટલ ચાલુ રાખવા પાસ પરમિટ મેળવેલ નહતો..

રાજપીપળા પાસે આવેલા ખામર ગામ પાસેની સ્વાગત હોટલના સંચાલક દ્વારા લોકડાઉનના નિયમોનુ ઉલ્લંધન કરી લોકોના જીવન જોખમાય એ રીતે હોટલ ચાલુ રાખતાં આમલેથા પોલીસે સંચાલક સામે કાયદેસરની ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. 
મળતી માહિતી અનુસાર હાલ કોરોના ની મહામારી ફેલાઈ હોય ને રાજય સરકાર ના આરોગ્ય મંત્રાલય દ્વારા એકેડેમિક ડીસીઝ એકટ અને ભારત સરકાર ના હોમ ડિપાર્ટમેન્ટ દ્વારા લોકડાઉન અંગે કડક જોગવાઈઓ સાથે ના જાહેરનામાઓ બહાર પાડવામાં આવેલ છે, તયારે રાજપીપળા પાસે ના ખામર ગામ ના સ્ટેટ હાઇવે ઉપર આવેલ સ્વાગત હોટલ શા સંચાલક હસમુખભાઈ પોપટભાઈ માગુકીયા પોતાના કબજા ની હોટેલ તેમજ પંકચર બનાવવા ની દુકાન કોઇ પણ જાતની પાસ પરમિટ મેળવ્યા વિના બેરોકટોક પણે ચલાવતા હોય ,હોટલો બંધ રાખવાના જિલ્લા કલેક્ટર ના જાહેરનામા નો ખુલ્લેઆમ ભંગ કરેલ હોય આમલેથા પોલીસ મથક ના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ. ડી. પટેલે સંચાલક સામે કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી. 
 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here