તિલકવાડાં ફોરેસ્ટ વિભાગ દ્વારા નાના વોરા ગામની સિમમાંથી દીપડાંનો રેસ્ક્યુ કરવામાં આવ્યો

તિલકવાડા,(નર્મદા)
વસીમ મેમણ

પ્રાપ્ત માહિતી મુજબ તિલકવાડાં તાલુકાના નાના વોરા ગામ નજીક સિમમાં એક દીપડો દેખાયો હતો ખેતર માલિક જ્યારે ખેતરમાં આવ્યો ત્યારે દીપડાને જોતા તે બીમાર હાલતમાં જણાય આવ્યો હતો ખેતર મલિક દ્વારા દીપડા વિશે તિલકવાડાં ફોરેસ્ટ વિભાગમાં જાણ કરવામાં આવી.
તિલકવાડાં ફોરેસ્ટ વિભાગને જાણ થતાં જ ફોરેસ્ટ વિભાગ એક્સનમાં આવી ગયું હતું અને તિલકવાડાં ફોરેસ્ટ વિભાગના આર એફ ઓ વિક્રમસિંહ ગભાણીયા.પોતાની સાથે ફોરેસ્ટર યુ વી તડવી. બીટ ગાર્ડ હરપાલ સિંહ, નીરવ તડવી, વેનેટરી ડોકટર તથા અન્ય સ્ટાફ સાથે તાત્કાલિક નાના વોરા નજીક સિમમાં પોહચી ગયા હતા સ્થળ પર પહોંચીને તપાસ કરતા દીપડો બીમાર હાલતમાં જણાય આવ્યો હતો તિલકવાડાં ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ દ્વારા બીમાર દીપડાને રેસ્ક્યુ કરીને વેનેટરી ડોકટર દ્વારા સ્થળ પર ટૂંકી સારવાર કર્યા બાદ વધુ સારવાર માટે તિલકવાડાં પશુ આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો અને તિલકવાડાં પશુ દવાખાનામાં ડોકટરો દ્વારા બીમાર દીપડાની તાત્કાલિક સારવાર કરવામાં આવી અને સારવાર કર્યા બાદ દીપડાને પાવાગડ નજીક ધોબીકુવા રેસ્ક્યુ સેન્ટર ખાતે મોકલી આપવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here