મારામારીના ગુનાના આરોપીને કાલોલ કોર્ટ એક વર્ષ ની કેદ ની સજા ફટકારી

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

કાલોલ તાલુકાના રાબોડ ગામના ફરિયાદી ભુપેન્દ્રભાઈ ડાહ્યાભાઈ પટેલ ના ઓ એ આરોપીઓ કરશન ભાઈ હુકાભાઈ ભરવાડ તથા હુકાભાઈ જગાભાઇ ભરવાડ રહે મલાવ તા કાલોલ ના ઓએ અનિલભાઈ શાંતિલાલ પટેલ રહે રાબોડ તા કાલોલ ના એ પોતાના ખેતર માં દિવેલા નું વાવેતર કરેલ હોઈ તેને આરોપીઓ એ ગાયો ચરાવી ભેલાણ કરતા હોઈ તેથી ફરીયાદી તથા સાહેદ ભેલાણ કરવાની ના પાડતા આરોપીઓ એકદમ ઉશ્કેરાઇ જઇ ગાળો આપી કરશનભાઇ હુકાભાઈ ના ઓએ અનિલભાઈ ને માથા ની ડાબી બાજુ લાકડી નો ફટકો મારી ઇજા કરેલી તે મુજબ ની ફરિયાદીએ કાલોલ પો સ્ટે માં ફરિયાદ આપતા પોલીસે તપાસ કરી આરોપીઓ વિરુદ્ધ પુરાવા પડતા કોર્ટ. માં ચાર્જશીટ દાખલ કરેલું. આ કેસ કાલોલ ના એડી, જ્યૂડી. મેજી, ફર્સ્ટ કલાસ ની કોર્ટ માં ચાલી જતા મદદનીશ સરકારી વકીલ આર એન રાઠવા ની ધારદાર દલીલો ને ગ્રાહ્ય માં રાખી એડી.જ્યૂડી.મેજી, પી એસ શાહ ના ઓએ આરોપી કરશનભાઈ હુકાભાઈ ભરવાડ નાઓ ને ઇ પી કો કલમ 323 મુજબ ના ગુનામાં તકસીરવાન ઠરાવી 1વર્ષ ની સાદી કેદ ની સજા તથા રૂ દસ હજાર નો દંડ કરવાનો હુકમ કર્યો છે .જેથી કાલોલ પંથક માં ગુનાખોરી માં રાચતા ગુનેગારો માં ફફડાટ વ્યાપી ગયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here