આઠ વર્ષથી ભાગતો ફરતો બનાવટી ચલણી નોટોનો આરોપી (મી. નટવરલાલ) ને ઝડપી પાડતી કાલોલ પોલીસ

કાલોલ(પંચમહાલ),
મુસ્તુફા મિર્ઝા

આઠ વર્ષ થી ભાગતો ફરતો બનાવટી ચલણી નોટોનો આરોપી કાલોલ પોલીસે ઝડપી પાડયો તેની તસવીર

કાલોલ પોલીસ સ્ટેશનના સિનિયર પીએસઆઇ એમ. એલ ડામોર તથા એલ એ પરમાર પોલીસ સ્ટાફ સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં સોમવારે પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે એમ.એલ ડામોર ને બાતમીદાર તરફથી માહિતી મળેલ કે હાલોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આઠ વર્ષ અગાઉના બનાવટી ચલણી નોટોના કેસનો ભાગતો ફરતો ઈસમ ધનરાજભાઇ ઉર્ફ રાજુભાઈ ઉર્ફે ઢગલારામ ડુંગરજી પ્રજાપતિ (મારવાડી) ઉ. વ ૫૨ રે ઉદેપુર સેકટર ૧૪,મૂળ રહેવાસી ધનલાગામ તા – મારવાડ જી.પાલી રાજસ્થાન નો આ ઈસમ બરોલા પાસે આવેલ અપાર સ્ટીલ કંપની પાસે ઉભો છે તે બાતમીના આધારે પોલીસે સ્થળ ઉપર પહોંચી આ ઈસમ ને પકડી પાડી હાલોલ ટાઉન પોલીસ મથક નો આઠ વર્ષ જૂનો કેસ ઉકેલી નાખી આગળની કાર્યવાહી માટે અમને હાલોલ પોલીસ મથકે સોંપવાની તજવીજ હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here